નેશનલવેપાર

એલઆઇસી અને ઈન્ફોસીસની માર્કેટ કેપ વધી કે ઘટી?

મુંબઈ: પાછલા સપ્તાહે ટોચની ૧૦ સૌથી વેલ્યૂએબલ કંપનીઓમાંથી નવના કમ્બાઇન્ડ માર્કેટ વેલ્યૂએશન રૂ. ૨,૨૯,૫૮૯.૮૬ કરોડનો વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી) સૌથી વધુ નફો કરતી હતી.

Also Read – જીડીપી વૃદ્ધિ તળિયે જતાં આરબીઆઇની મુંઝવણ વધી: બુધવારે શું નિર્ણય લેશે?

એલઆઇસીની વેલ્યૂએશન રૂ. ૬૦,૬૫૬.૭૨ કરોડથી વધીને રૂ. ૬,૨૩,૨૦૨.૦૨ કરોડ થઈ છે. જ્યારે એચડીએફસી બેન્કની વેલ્યૂએશન રૂ. ૩૯,૫૧૩.૯૭ કરોડ વધીને તેનું માર્કેટ કેપ રૂ. ૧૩,૭૩,૯૩૨.૧૧ કરોડ થયું હતું. જોકે, ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૧૮,૪૭૭.૫૦ કરોડ ઘટ્યું હતું.

ગયા સપ્તાહે (૨૫મી થી ૨૯મી નવેમ્બર) વચ્ચે સેન્સેક્સ ૬૮૫ પોઈન્ટ ઉછળ્યો હતો. ૨૯મી નવેમ્બરે, સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ ૭૫૯ પોઈન્ટ (૦.૯૬ ટકા) ના વધારા સાથે ૭૯,૮૦૨ પર બંધ થયો હતો. નિફ્ટીમાં ૨૧૬ પોઈન્ટ (૦.૯૧ ટકા)નો ઉછાળો આવ્યો હતો, તે ૨૪,૧૩૧ના સ્તરે બંધ થયો હતો.

સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૬ વધ્યા અને ૪ ઘટ્યા. નિફ્ટીના ૫૦ શેરોમાંથી ૪૩ ઊંચકાયા હતા અને ૭ ડાઉન હતા. એનએસઇ રિયલ્ટી અને પીએસયુ સિવાયના તમામ લાભ સાથે બંધ થયા છે. માર્કેટ કેપિટલાઇઝેશન એ કોઈપણ કંપનીના કુલ બાકી શેરનું મૂલ્ય છે, એટલે કે તે તમામ શેર જે હાલમાં તેના શેરધારકો પાસે છે. કંપનીના જારી કરાયેલા શેરની કુલ સંખ્યાને શેરની કિંમત દ્વારા ગુણાકાર કરીને તેની ગણતરી કરવામાં આવે છે.

માર્કેટ કેપિટલાઇઝેશનનો ઉપયોગ કંપનીઓના શેરનું વર્ગીકરણ કરવા માટે રોકાણકારોને તેમની જોખમ પ્રોફાઇલ અનુસાર તેમને પસંદ કરવામાં મદદ કરવા માટે થાય છે. જેમ કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ કંપનીઓ.

કંપનીના શેરો નફો આપશે કે નહીં તેનો અંદાજ ઘણા પરિબળોને જોઈને લગાવવામાં આવે છે. આ પરિબળોમાંનું એક માર્કેટ કેપ છે. રોકાણકારો માર્કેટ કેપ જોઈને જાણી શકે છે કે કંપની કેટલી મોટી છે.
કંપનીનું માર્કેટ કેપ જેટલું ઊંચું હોય તેટલી સારી કંપની ગણાય. માગ અને પુરવઠા અનુસાર શેરના ભાવ વધે છે અને ઘટે છે. તેથી, માર્કેટ કેપ એ કંપનીનું જાહેરમાં માનવામાં આવતું મૂલ્ય છે.

માર્કેટ કેપના સૂત્ર પરથી તે સ્પષ્ટ છે કે કંપનીના શેરની કિંમત દ્વારા શેરની કુલ સંખ્યાને ગુણાકાર કરીને તેની ગણતરી કરવામાં આવે છે. એટલે કે જો શેરની કિંમત વધે તો માર્કેટ કેપ પણ વધશે અને જો શેરના ભાવ ઘટશે તો માર્કેટ કેપ પણ ઘટશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button