નેશનલ

મનીષ કશ્યપ ઉતારી દેશે ભાજપનો ખેસ! ચેનલો પર FIR થતા ભડક્યો યુટ્યુબર…

પટનાઃ બિહારના ખૂબ પ્રખ્યાત યુટ્યુબર એવા મનીષ કશ્યપ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. યુટ્યુબર મનીષ કશ્યપએ જાહેરાત કરી છે કે, તેઓ શુક્રવારે ભારતીય જનતા પાર્ટી છોડી દેશે. ત્યારબાદ તે છાપરા જશે અને આત્મસમર્પણ કરશે. છાપરામાં તેમની યુટ્યુબ ચેનલ સચ ટોક્સ સહિત 11 ચેનલો સામે દાખલ કરાયેલી FIRથી તેઓ ગુસ્સે ભરાયા હતા બાદ ભાજપને છોડવાની જાહેરાત કરી છે.

FIRના કારણે મનીષ કશ્યપ ભારતીય જનતા પાર્ટીથી નારાજ

ગયા વર્ષે જ યુટ્યુબર મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટીને ખેસ ધારણ કર્યો હતો, અત્યારે મનીષ કશ્યપે એવો આરોપ લગાવ્યો કે મહિલાઓનો અવાજ ઉઠાવવાને કારણે, સારણ પોલીસે તેમની અને અન્ય યુટ્યુબ ચેનલો વિરુદ્ધ FIR દાખલ કરી છે. આ FIRના કારણે મનીષ કશ્યપ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયા છે, અને એટલે જ પાર્ટી છોડી દેવાનો નિર્ણય કર્યો છે. મનીષ કશ્યપે ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરીને ભાજપ છોડવાના નિર્ણયની જાહેરાત કરી.

આ પણ વાંચો: ઝારખંડમાં ભાજપના નેતાની હત્યાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા કાર્યકરો, 9 કલાક પાળ્યો બંધ

જેલમાં જઈશ અને પછી બહાર આવીને ગરીબો માટે અવાજ ઉઠાવીશઃ મનીષ કશ્યપ

મનીષ કશ્યપે કહ્યું કે, તેમના પર જે કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં જામીન નથી મળી શકતા! જે કલમો હેઠળ FIR દાખલ કરવામાં આવી છે તે બિનજામીનપાત્ર છે. એટલા માટે તે પોતે શુક્રવારે છપરા પહોંચીને આત્મસમર્પણ કરશે. વધુમાં કહ્યું કે, ‘અમે જેલ જવા તૈયાર છીએ. અમે લૂંટારા કે દારૂના વેપારી નથી. રેતી માફિયાઓ પાસેથી પૈસા પણ નથી લેતા. હું જેલમાં જઈશ અને પછી બહાર આવીને ગરીબો માટે અવાજ ઉઠાવીશ’ જે વીડિયો શેર કર્યો છે તેમાં મનીષ કશ્યપ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયા હોય તેવું લાગી જ રહ્યું છે.

આ પણ વાંચો:જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરઃ 2 આતંકવાદી ઠાર મરાયા, પાંચ જવાન ઘાયલ

પોતાની ચેનલ પર આ સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો

મનીષ કશ્યપે આ વીડિયો શરે કરીને આરોપ લગાવ્યો કે પોલીસે સારણ જિલ્લાના દિઘવારામાં હોળી પર હોબાળો મચાવવા અને પોલીસ સ્ટેશનને ઘેરી લેવા બદલ મહિલાઓને માર માર્યો હતો. તેમણે પોતાની ચેનલ પર આ સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ કારણે તેમની સામે FIR દાખલ કરવામાં આવી હતી. પરંતુ FIR થતા તેઓ પાર્ટી પર ભડક્યાં છે. પ્રશ્ન એ પણ થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાયો તો તમારા પર કેસ ના થાય? FIR થતાની સાથે જ પાર્ટી છોડી દેવાનો નિર્ણય કર્યો છે, એટલું આ પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button