Manipur Violence: ટોળાના હુમલામાં BSFના ત્રણ જવાન ઘાયલ, કર્ફ્યુ લાદવામાં આવ્યો
ઇમ્ફાલ: મણિપુરમાં છેલ્લા બે દિવસથો સુરક્ષા દળો અને બળવાખોરો વચ્ચે અથડામણ થઇ રહી છે, ત્યારે ગઈકાલે બુધવારે મોડી રાત્રે મણીપુરના થૌબલ જિલ્લામાં સુરક્ષા દળો પર બળવાખોરોએ ગોળીબાર કર્યો હતો, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ત્રણ જવાનો ઘાયલ થયા હતા. પોલીસે આજે આ ઘટના અંગે આ માહિતી આપી હતી.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે મોડી રાત્રે ભીડમાંના કેટલાક બંદૂકધારીઓએ થોબલ પોલીસ હેડક્વાર્ટરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો. નિવેદન અનુસાર, ગુસ્સે ભરાયેલા ટોળાએ થૌબલ જિલ્લાના ખાંગાબોક ખાતે ત્રીજી ભારતીય રિઝર્વ બટાલિયનને નિશાન બનાવી હતી અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું.
પોલીસે વધુમાં જણાવ્યું કે, પગલે સુરક્ષા દળોએ બળનો ઉપયોગ કરવો પડ્યો હતો. ભીડમાંથી સશસ્ત્ર લોકોએ ગોળીબાર કર્યો, જેમાં BSFના ત્રણ જવાનો ઘાયલ થયા. જેમને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.