Manipur violence: મણિપુર હિંસા અંગે ભાગવતે આપી સરકારને સલાહ, સંજય રાઉતે કર્યા પ્રહાર

નાગપુર: ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય મણિપુર છેલ્લા એક વર્ષથી વધુ સમયથી હિંસા અને આરાજકતા(Manipur violence)થી ભરેલી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. 3 મે 2023ના રોજ ઘાટીમાં બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ આજ સુધી સ્થિતિ કાબુમાં નથી આવી, રાજ્યમાં હિંસાની ઘટનાના સમાચારો સતત મળતા રહે. દરમિયાન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત(RSS chief Mohan Bhagwat)એ મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે, આ મુદ્દાને પ્રાથમિકતા આપવી જોઈએ.
શિવસેના(ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે ભાગવતના આ નિવેદન અંગે ભાજપ અને RSS પર શાબ્દિક પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, તેમના(RSS) આશીર્વાદથી સરકાર ચાલી રહી છે, બોલવાની શું વાત છે.
Read This….
મોહન ભાગવતે નાગપુરના રેશમબાગમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ ભવન સંકુલમાં સંગઠનના ‘વર્કર ડેવલપમેન્ટ ક્લાસ-2’ના સમાપન કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું હતું કે અલગ-અલગ જગ્યાઓ અને સમાજમાં સંઘર્ષ યોગ્ય નથી. મણિપુર છેલ્લા એક વર્ષથી શાંતિ સ્થાપવાની રાહ જોઈ રહ્યું છે. દસ વર્ષ પહેલાં મણિપુરમાં શાંતિ હતી. એવું લાગતું હતું કે ત્યાં ગન કલ્ચર સમાપ્ત થઈ ગયું છે, પરંતુ રાજ્યમાં અચાનક હિંસા ફાટી નીકળી, મણિપુરની સ્થિતિને પ્રાથમિકતા આપવી જોઈએ. ચૂંટણીમાં માત્ર નિવેદનોથી ઉપર ઊઠીને રાષ્ટ્ર સામેની સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે
આરએસએસ વડાએ કહ્યું કે અશાંતિ ભડકી ઉઠી કે ભડકાવવામાં આવી, જે પણ હોય હકીકત એ છે કે મણિપુર સળગી રહ્યું છે અને લોકો હેરાન થઇ રહ્યા છે.
ગયા વર્ષે મે મહિનામાં મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી,અ અત્યાર સુધી લગભગ 200 લોકો માર્યા ગયા છે, હજારો લોકો વિસ્થાપિત થયા છે અને શિબિરોમાં રહી રહ્યા છે.
તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી અંગે ભાગવતે કહ્યું હતું કે પરિણામો આવી ગયા છે અને સરકાર બની ગઈ છે, તેથી શું થયું અને કેવી રીતે વગેરે પર બિનજરૂરી ચર્ચા ટાળી શકાય.