નેશનલ

મણિપુરના 3 જિલ્લામાંથી 5 આતંકીની ધરપકડ…

ઇમ્ફાલઃ મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ અને થૌબલ જિલ્લામાંથી પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા પાંચ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ માહિતી પોલીસે આપી હતી.

Also read : મોદી-ટ્રમ્પની મુલાકાત માત્ર પ્રતીકાત્મક હતી! બેઠક અંગે ગ્લોબલ મીડિયાએ આપ્યા આવા પ્રતિભાવો…

પોલીસના જણાવ્યા અનુસાર પ્રતિબંધિત કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી(નોયોન)ના બે સક્રિય કાર્યકરોની ગુરૂવારે ઇમ્ફાલ પશ્ચિમના થાંગમેઇબંદ અને કેશામપટથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ઇમ્ફાલ પૂર્વના ખુરાઇ થૌડમ લેઇકાઇથી કેસીપી(નોયોન)ના અન્ય એક સભ્યની પણ ધરપકડ કરી હતી.

એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલ આતંકવાદી સામાન્ય લોકો, સરકારી અધિકારીઓ, હોસ્પિટલો, શાળાઓ અને પેટ્રોલ પંપ પાસેથી ખંડણી વસૂલવાની પ્રવૃતિઓમાં સંડોવાયેલો હતો.

Also read : વિવાદીત મજાક બાદ ધરપકડના ડરે રણવીર અલાહબાદિયા સુપ્રીમ કોર્ટના શરણે

અન્ય એક કાર્યવાહીમાં કેસીપી(પીડબ્લ્યુજી)ના બે કાર્યકર્તાઓની થૌભલ જિલ્લાના સંગાઇયુમ્ફાલથી ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button