નેશનલ

મણિપુરમાં ભાજપની નવી સરકાર: એક CM અને બે Dy CMની ફોર્મ્યુલા સાથે યુમનામ ખેમચંદ સિંહે સંભાળી કમાન

ઇમ્ફાલઃ મણિપુરના મુખ્ય પ્રધાન પદની આજે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના યુમનામ ખેમચંદ સિંહે શપથ લીધી છે. મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ તેમને લોકભવનમાં સીએમ પદના શપથ લેવડાવ્યા હતા.

આજે યુમનામ ખેમચંદ સિંહને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ બુધવારે બપોરે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવામાં આવ્યું અને તેમને યુમનામ ખેમચંદન સિંહને મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યાં છે.

1 વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું

મણિપુરમાં છેલ્લા 1 વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું. મણિપુરમાં હિંસા ભડકી તે બાદ રાષ્ટ્રપતિશાસન લાગુ કરી દેવામાં આવ્યું હતું. જેને આજે હટાવી દેવામાં આવ્યું અને યુમનામ ખેમચંદ સિંહે સીએમ તરીકે શપથ લીધા છે.

વિગતે વાત કરવામાં આવે તો વિધાયક દળના નેતા વાઈ ખેમચંદ સિંહે આજે મણિપુરમાં સરકાર બનાવવનો દાવો રજૂ કર્યો હતો. વિધાયક દળના નેતા વાઈ ખેમચંદ સિંહે એનડીએ સાથે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

આપણ વાચો: મણિપુરમાંથી રાષ્ટ્રપતિ શાસન હટ્યું, એનડીએએ સરકાર બનાવવાનો કર્યો દાવો…

કોણ છે યુમનામ ખેમચંદ સિંહ?

યુમનામ ખેમચંદ સિંહની વાત કરવામાં આવે તો, તેઓ છેલ્લા બે ટર્મથી ધારાસભ્યની ચૂંટણી જીતતા આવ્યાં છે. આ સાથે બિરેન સિંહની સરકારમાં તેઓ પ્રધાન પણ રહેલા છે. મળતી જાણકારી પ્રમામે તેઓ મૈતેઈ સમૂદાય સાથે સંબંધ રાખે છે.

હવે યુમનામ ખેમચંદ સિંહને મણિપુર ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યાં છે, આજે સીએમ પદના શપથ પણ લઈ લીધા છે. અશાંત મણિપુરમાં ફરી એકવાર રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા સંભાળશે, જેની કમાન યુમનામ ખેમચંદ સિંહના હાથમાં રહેવાની છે.

આપણ વાચો: મણિપુરમાં નવી સરકારનો તખ્તો તૈયાર, ખેમચંદ સિંહ લેશે CM તરીકે લેશે શપથ

1 સીએમ 2 ડેપ્યુટી સીએમની પોલિસી

મહારાષ્ટ્ર સહિત અન્ય ભાજપના નેતૃત્વવાળા રાજ્યમાં એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાનની પોલિસીનો મણિપુરમાં પણ અમલ કરવામાં આવ્યો છે. મણિપુરમાં નવા સીએમ તરીકે યુમનામ ખેમચંદ સિંહે શપથ લીધા છે.

તેમની સાથે સાથે નેમચા કિપગેન અને લોસી દિખોએ નાયબ મુખ્ય પ્રધાનને બનાવવામાં આવ્યાં છે. આ બંને નેતાઓને પણ મણિપુરના રાજ્યપાલ અજય ભલ્લાએ નાયબ મુખ્ય પ્રધાનના શપથ લેવડાવ્યાં છે.

નવા અધ્યાયની થઈ શરુઆત

મણિપુરમાં 13 ફેબ્રુઆરી, 2025થી રાષ્ટ્રપતિ શાસન લાગુ હતું. 60 વિધાનસભ્યનો કાર્યકાળ 2027 સુધી હતો, પરંતુ એની વચ્ચે જ પૂર્વ મુખ્ય પ્રધાન બીરેન સિંહે રાજીનામું આપ્યું હતું, ત્યાર પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ પાડવામાં આવ્યું હતું.

મણિપુરવાસીઓને એક સાથે બે નાયબ મુખ્ય પ્રધાન અને એક સીએમ મળ્યા અંગે ભારતીય જનતા પાર્ટીએ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર લખી હતી. ભાજપએ લખ્યું હતું કે મણિપુરમાં એક નવા અધ્યાયની શરુઆત થઈ છે, કારણ કે આજે મણિપુરને એક સીએમ સાથે બે ડેપ્યુટી સીએમ મળ્યા છે.

અહીંના શપથવિધિના કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુધ, સંબિત પાત્રા, મણિપુર ભાજપના પ્રમુખ શારદા દેવી સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button