
ઇમ્ફાલ : મણીપુર પોલીસ અને સુરક્ષા દળના સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. જેમાં પાંચ જીલ્લામાંથી 90 હથિયાર, 728 ગોળીઓ અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. રાજયના ડીજીપીએ જણાવ્યું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અને ખેડૂતોની સુરક્ષા માટે સમયાંતરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.
90 આધુનિક હથિયાર જપ્ત કરવામાં આવ્યા
આ અંગે પોલીસે માહિતી આપી હતી કે, ગુપ્ત માહિતીના આધારે, ઇમ્ફાલ પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ, થૌબલ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં એક સાથે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન મણિપુર પોલીસ, બીએસએફ અને આસામ રાઇફલ્સની ટીમો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 90 આધુનિક હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અપીલ
પોલીસને સર્ચ ઓપરેશનમાં 728 ગોળીઓ અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. જેમાં 21 ગ્રેનેડ અને છ આઈઈડી છે. પોલીસે લોકોને ગેરકાયદે હથિયારો અથવા કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે માહિતી મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો…મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ માસ લંબાવવાનો નિર્ણય, સંસદમાં રજુ કરાશે પ્રસ્તાવ