નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

દેશ હવે જમાઈઓથી આગળ નીકળી ગયો…: મેનકા ગાંધીએ કોના પર તાક્યું નિશાન?

સુલ્તાનપુરઃ લોકસભાની ચૂંટણીને લઈ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક પછી એક ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે ત્યારે ગાંધી પરિવારના વરુણ દીકરાને ટિકિટ નહીં આપતા એ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીને ટિકિટ આપીને પાર્ટીને લોકોની બોલતી બંધ કરી ત્યારે આજે આ મુદ્દે ગાંધી પરિવારના પુત્રવધૂ મેનકા ગાંધીએ ગાંધી પરિવાર પર નિશાન તાક્યું હતું.

ચૂંટણી સંબંધિત વિવિધ સવાલોના જવાબ આપતા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને યુપીની સુલ્તાનપુર બેઠકનાં ઉમેદવાર મેનકા ગાંધીએ કહ્યું હતું કે હવે દેશ જમાઈઓથી આગળ નીકળી ગયો છે. રોબર્ટ વાડ્રા પાસે કોઈ રાજકીય અનુભવ નથી તો બીજી બાજુ રાહુલ ગાંધી પાસે કોઈ પોતાના આઈડિયા પણ નથી. પરિવારની દીકરી પ્રિયંકા ગાંધી પાસે પણ કોઈ રાજકીય કારકિર્દીની શક્યતા નથી, એવો દાવો કર્યો હતો.


સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા અમેઠીની બેઠક પરથી ચૂંટણી લડી શકે એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમેઠીથી તેઓ સારા ઉમેદવાર નથી, કારણ કે તેમને કોઈ રાજકીય અનુભવ નથી. મેનકા ગાંધીએ કહ્યું હતું કે હવે દેશ જમાઈઓથી આગળ નીકળી ગયો છે.

ALSO READ : આજે આવી શકે છે ભાજપનું બીજુ લિસ્ટ, બ્રિજભૂષણ, મેનકા અને વરુણ ગાંધીનું કપાશે પત્તુ?

રાહુલ ગાંધી અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે મેનકા ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની પાસે કોઈ આઈડિયા પણ નથી, કારણ કે પાર્ટીને આગળ લઈ જવા માટે કોઈ મોટા લીડર જરુરી છે અને તેનાથી પાર્ટી પોતાની રીતે ઊભી થાય છે.


દરમિયાન દીકરા વરુણ ગાંધીને ભાજપએ આ વખતે ટિકિટ નહીં આપવાના સવાલ મુદ્દે કહ્યું હતું કે પાર્ટીએ વરુણને ટિકિટ આપી નથી તો પાર્ટીએ જે નિર્ણય લીધો છે તેના અંગે કોઈ ટિપ્પણી કરવી નથી. હા પણ મને એટલી વાત ખબર છે કે વરુણ જે કાંઈ કરશે તે દેશ માટે સારું કરશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button