ચંદીગઢઃ શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો છે. સુવર્ણ મંદિરમાં ધાર્મિક સજા ભોગવી રહેલા સુખબીર સિંહ બાદલને બુધવારે સવારે ગોળી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ ઘટનામાં સુખબર સિંહ બાદલનો જીવ બચી ગયો હતો. હુમલાખોરે ફાયરિંગ કરતાની સાથે જ ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપીને પકડી લીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે. આરોપીનું નામ નારાયણ સિંહ ચૌરા જણાવવામાં આવી રહ્યું છે. તે ભૂતપૂર્વ આતંકવાદી છે અને પક્ષ ખાલસા સાથે સંકળાયેલો છે.
VIDEO | Punjab: A man opened fire at Shiromani Akali Dal leader Sukhbir Singh Badal at the entrance of Golden Temple, Amritsar. The person was overpowered by people present on the spot. More details are awaited.#PunjabNews #SukhbirSinghBadal
— Press Trust of India (@PTI_News) December 4, 2024
(Full video available on PTI… pic.twitter.com/LC55kCV864
ઘટના સમયે નારાયણ સિંહ ચૌરા સુખબીર સિંહ બાદલની નજીક ઊભો હતો. જ્યારે સુખબીર બાદલ પર ગોળીબાર કરવામાં આવ્યો, ત્યારે નજીકમાં ઉભેલા એક ‘સેવાદાર’ એ SAD નેતાને બચાવીને ઊંધા તરફ હાથ ધકેલ્યા હતા, જેને કારણે તેઓ બચી ગયા હતા. શિરોમણિ અકાલી દળે પંજાબ પોલીસ પર પૂરતી સુરક્ષા ન આપવાનો આરોપ લગાવ્યો છે.
પંજાબના પૂર્વ ડેપ્યુટી સીએમ સુખબીર બાદલ મંગળવારથી અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારાની બહાર ચોકી કરીને સજા ભોગવી રહ્યા છે. જાના પહેલા દિવસે સુવર્ણ મંદિરના સામુદાયિક રસોડામાં વાસણો પણ સાફ કર્યા હતા. આ દરમિયાન તેણે સેવાકર્મીઓનો પોશાક પહેર્યો હતો. તેમના હાથમાં ભાલો પણ હતો. તેઓ મંગળવારે બપોરે વ્હીલચેર પર ગુરુદ્વારા પહોંચ્યા હતા. તેમના ગળામાં દોષિત હોવાની નિશાની પણ લટકતી રહે છે.
Also read: બેંક ખાતામાં ચાર નોમિની ઉમેરવાની મંજૂરી આપતું બિલ લોકસભામાં પાસ
સુખબીર બાદલને કેમ સજા મળી?
શ્રી અકાલ તખ્ત સાહિબ શીખ સમુદાયની ‘સુપ્રીમ કોર્ટ’ ગણાય છે. શ્રી અકાલ તખ્ત સાહિબે સુખબીર બાદલને ધાર્મિક સજા સંભળાવી છે. તેઓ ગુરુદ્વારામાં સેવા કરશે. વાસણો ધોશે અને ચોકીદારી પણ કરશે અને શ્રી દરબાર સાહિબમાં બનેલા જાહેર શૌચાલયની પણ સફાઈ કરશે. 2007 થી 2017 દરમિયાન અકાલી દળની સરકાર દરમિયાન ધાર્મિક ભૂલો માટે જથેદાર શ્રી અકાલ તખ્તે બાદલ અને તેમની પાર્ટીના નેતાઓને સજા ફટકારી છે. અકાલી નેતાઓ સેવા આપીને સમાન સજાની ભરપાઈ કરી રહ્યા છે.