
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વીડિયો વાઇરલ થતાં હોય છે. હાલ મેટ્રોનો આવો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક વ્યક્તિ પ્લાસ્ટિકની થેલીમાંથી મગફળી ખાતો હોય છે અને તેના ફોતરા મેટ્રો કોચમાં જ નાંખે છે. લોકો જ્યાં બેઠા છે ત્યાં જ મગફળીના ફોતરા પડ્યા છે. હાલ લોકો આ વીડિયો પર અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
વાઇરલ વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. યૂઝર્સે કોમેન્ટ કરીને લખ્યું, આવા લોકોથી સમગ્ર દેશ પરેશાન છે. જ્યારે અન્ય યુઝરે લખ્યું,મુશ્કેલી એ છે કે આવી હરકતથી લોકોને પણ કોઈ સમસ્યા નથી. કોઈક યૂઝર્સે આ વ્યક્તિ પર એક વર્ષ સુધી પ્રતિબંધ અને આકરો દંડ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: Viral Video: ચાલતી ટ્રેનમાં ઉતરવાના કિસ્સામાં મહિલાએ ગુમાવ્યું સંતુલન, પોલીસે બચાવ્યો જીવ
ઉલ્લેખનીય છે કે આજના સમયમાં મેટ્રો લોકોની લાઇફ લાઇન તરીકે કામ કરી રહી છે. જે શહેરોમાં મેટ્રો છે ત્યાં ઘણા લોકો તેમાં જ મુસાફરી કરી છે. મેટ્રોનો સૌથી મોટો ફાયદો સમયનો બચાવ અને લોકોને ટ્રાફિક જામથી રાહત અપાવે છે.પરંતુ અમુક લોકો તેને સ્વચ્છ રાખવાના બદલે ગંદકી કરી રહ્યા છે. આ વાઇરલ વીડિયો