નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

Mamtaનો Menifesto: UCC અને CAA બંગાળમાં લાગુ નહીં કરવાનું વચન

કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પોતાના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે, જેમાં મમતા બેનરજીએ અગાઉ કહ્યું હતું તેમ બે કાયદા નહીં લાગુ કરવાનું વચન આપાવમાં આવ્યું છે.
ટીએમસીનો મેનિફેસ્ટો જાહેર કરતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ’બ્રાયને કહ્યું કે મમતા બેનર્જીએ લોકોને 10 વચનો આપ્યા છે, જેમાં બંગાળમાં CAA લાગુ કરવામાં આવશે નહીં, NRC અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ને પણ લાગૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. ટીએમસીએ તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં સરકાર રચાશે, તો તે CCA (નાગરિકતા સુધારો કાયદો) રદ કરશે. સાથે જ NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન)ની પ્રક્રિયા પણ બંધ થઈ જશે. તૃણમૂલ કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ નહીં કરવાનું વચન આપ્યું છે. TMCએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆતના બે દિવસ પહેલા પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળના કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં 19 એપ્રિલે મતદાન થશે. મમતાએ ઈન્ડિયા ગઠબંધન સાથે બેઠકોની વહેંચણી કરી નથી, પણ જો ગઠબંધન મબહુમતીમાં આવે તો મમતા બહારની સમર્તન આપે અથવા ફરી જોડાઈ તેમ બની શકે.

ટીએમસીનો ઢંઢેરો જાહેર કરતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓ બ્રાયને કહ્યું કે મમતા બેનર્જીએ દેશની જનતાને 10 વચનો આપ્યા છે. જો મમતા દીદીના સમર્થનથી કેન્દ્રમાં ઈન્ડિયા બ્લોકની સરકાર બનશે તો મનરેગા હેઠળ માનદ વેતન વધારીને 400 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવશે. દરેક માટે કાયમી મકાનો બનાવવામાં આવશે.

TMCના મેનિફેસ્ટો અનુસાર, જો કેન્દ્રમાં ભારત બ્લોકની સરકાર રચાય છે, તો તમામ BPL પરિવારોને એક વર્ષમાં 10 મફત સિલિન્ડર મળશે. રાષ્ટ્રીય સ્તરે રાશન યોજના અમલમાં મૂકશે અને દરેક રેશનકાર્ડ ધારકને તેના નિવાસ સ્થાને 5 કિલો મફત રાશન પહોંચાડવામાં આવશે. 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને દર મહિને 1000 રૂપિયા પેન્શન આપવામાં આવશે.

લક્ષ્મી ભંડાર યોજના રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે જે અંતર્ગત મહિલાઓને એક નિશ્ચિત માસિક રકમ આપવામાં આવશે. તમામ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીનું સ્વાસ્થ્ય વીમા કવચ આપશે. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ એટલી મર્યાદામાં નક્કી કરવામાં આવશે કે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. 25 વર્ષ સુધીના તમામ સ્નાતક અને ડિપ્લોમા ધરાવતા યુવાનોને માસિક સ્ટાઈપેન્ડ સાથે 1 વર્ષની એપ્રેન્ટિસશીપ (કોઈપણ ક્ષેત્રમાં તાલીમ) આપવામાં આવશે વગેરે વચનો ટીએમસીના મેનિફેસ્ટોમાં સામેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો…