આમચી મુંબઈલોકસભા સંગ્રામ ૨૦૨૪

મતદાન કેન્દ્રોમાં મોબાઇલ લઈ જવાનો હો તો આ સમાચાર વાંચી લેજો!

મુંબઈ: લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં સુરક્ષાના પગલે મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓએ તેનો કડક અમલ કરવા સૂચના આપી છે.

મુંબઈમાં ૨૫૨૦ મતદાન કેન્દ્રો છે. મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની અંદર મોબાઈલ અથવા વાયરલેસ ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં બેનરો, લાઉડ સ્પીકર, મેગાફોનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અકબર પઠાણે બુધવારે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો હતો.

આ આદેશો ૨૦ મેના રોજ સવારે ૬ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે. મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા, મતદાન મથકો પર શાંતિ ભંગ કરવા અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરવા માટે મોબાઈલનો દુરુપયોગ થવાની શક્યતા છે. તેથી, મતદાનના દિવસે, મતદાન મથકો પર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત, મતદાન વિસ્તારમાં મતદારો અને ચૂંટણી પંચના અધિકારીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ અવરજવર ન કરે તેનું ધ્યાન રાખવામાં આવશે. જો તેમ કરતા જણાશે તો તેની સામે કાર્યવાહી કરવાની જાણ પોલીસને કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો… Bigg Boss OTT-3 ના પ્રતિસ્પર્ધીઓ ક્રિકેટ ખેલાડીઓ જેઓ યોગના આસન નિયમિત કરતા હોય છે… પ્રેગનેન્ટ દીપિકાથી લઇને આલિયા સુધી બેબી બમ્પમાં છવાઇ ગઇ આ હિરોઇનો