અભિનેત્રી મમતા કુલકર્ણી સાધ્વી બની ગઈ, જુઓ વાઈરલ તસવીરો
પ્રયાગરાજઃ નેવુંના દાયકાની જાણીતી અભિનેત્રી મમતા કુલકર્ણીએ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે. મમતા કુલકર્ણી તાજેતરમાં પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી હતી જ્યાં તેણે સન્યાસની દીક્ષા લીધી હતી. તે સાધ્વી તરીકે જોવા મળી હતી.
તે કિન્નર અખાડામાં ગળામાં રુદ્રાક્ષ અને ખભા પર બેગ સાથે કેસરી વસ્ત્ર પહેરેલી જોવા મળી હતી. વાસ્તવમાં, અભિનેત્રીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી રહી છે, અભિનેત્રીનો પટ્ટાભિષેક વિધિ આજે સાંજે કરવામાં આવશે. તે અખાડાના આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા.
મમતા કુલકર્ણી હવે શ્રી માઈ મમતા નંદગિરી તરીકે ઓળખાશે. મમતા કુલકર્ણી ઉર્ફે મમતા નંદગિરીએ સંગમના કિનારે પોતાના હાથે પિંડદાન પણ કર્યું છે. અખાડાના આચાર્ય ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ મમતા કુલકર્ણીને દીક્ષા આપી છે. અભિનેત્રીએ તાજેતરમાં મહાકુંભમાં કિન્નર અખાડામાંથી તેની કેટલીક તસવીરો અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે. અભિનેત્રીની બોલિવૂડમાં વાપસીના સમાચાર હતા. જો કે, અભિનેત્રીએ આ બધી અફવાઓને ફગાવી દીધી છે અને સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો છે કે તે સંન્યાસી બની છે.
Also read: ડ્રગ ડિલર સાથે કેવા હતા સંબંધો, મમતા કુલકર્ણીએ કર્યા ખુલાસા
મમતા કુલકર્ણીએ હિરોઈન તરીકે હિન્દી સિનેમામાં ‘છુપા રુસ્તમ’, ‘સેન્સર’, ‘જાને-જીગર’, ‘ચાઈના ગેટ’, ‘કિલા’, ‘ક્રાંતિકારી’, ‘જીવન યુદ્ધ’, ‘નસીબ’ ‘બેકાબૂ’, ‘બાજી’, ‘કરણ અર્જુન’, ‘તિરંગા’ જેવી ફિલ્મોમાં ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. હવે મમતા કુલકર્ણીએ ગ્લેમરની દુનિયા છોડીને ધર્મના માર્ગે ચાલવાનું નક્કી કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ભારતની બહાર રહેલી મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ વિદેશથી પરત ફરી છે.