ટોપ ન્યૂઝનેશનલ

લંડનમાં સાડી અને ચપ્પલમાં મમતા બેનર્જીએ કર્યું જોગિંગ, જુઓ વીડિયો…

લંડનઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન (West Bengal CM) મમતા બેનર્જી (Mamata Banerjee) હાલ બ્રિટનના પ્રવાસે છે. જ્યાં અનેક કાર્યક્રમોમાં સામેલ થયા હતા. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં લંડનના જાણીતા હાઈડ્રા પાર્ક (Hyde Park London)માં મોર્નિંગ વૉક કરતાં જોવા મળે છે. આ દરમિયાન તેમણે સફેદ રંગની સુતરાઉ સાડી અને ચપ્પલ પહેર્યા હતા.

વાઇરલ વીડિયોમાં મમતા બેનર્જીને લંડનના સૌથી જાણીતા પાર્કમાં જોગિંગ કરતી વખતે તેમની સાથે આવેલા લોકોને પણ ઉત્સાહ જાળવી રાખવાનું કહી રહ્યા છે. કોઈ પાછળ ન રહી જાય તેમ કહેતા સાંભળવા મળે છે. મમતા બેનનર્જી બંગાળમાં રાજકીય રેલી કે જાહેર કાર્યક્રમો દરમિયાન પગપાળા ચાલતા જતા હોય છે. જોકે વિદેશ પ્રવાસ પર પણ ફિટનેસ પ્રત્યે મમતા બેનર્જીની પ્રતિબદ્ધતામાં કોઈ કમી જોવા મળતી નથી.

આ પણ વાંચો:Rahul Gandhi ની મુશ્કેલીમાં વધારો, બ્રિટિશ નાગરિકતા મુદ્દે હાઇકોર્ટે ગૃહ મંત્રાલયને અહેવાલ રજૂ આદેશ આપ્યો

મમતા બેનર્જી કેમ ગયા છે લંડન


ઉલ્લેખનીય છે કે જર્મનીથી લઈ સ્પેન, ઈટાલી અને લંડન સુધી દરેક આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન સવારે મોર્નિંગ વોક પર જવું અને પારંપરિક વેશભૂષામાં જોગિંગ કરવું મમતા બેનર્જીની ઓળખ રહી છે. બંગાળમાં રોકણ લાવવા આયોજીત એક કાર્યક્રમમાં તેઓ હિસ્સો લેશે. તેમની સાથે 15 સભ્યોનું બિઝનેસ ડેલિગેશન પણ આ સેમિનારમાં સામેલ થવા લંડન ગયું છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button