નેશનલ

અમે મોદીનું મંદિર બનાવીશું, ઢોકળા ચડાવીશું! મમતા બેનર્જીનો વડાપ્રધાન મોદી પર કટાક્ષ

કોલકાતા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યું દરમ્યાન કહ્યું હતું કે પરમાત્માએ તેમને કોઈ મહાન ઉદ્દેશ્ય મોકલ્યા છે. આ અંગે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી(Mamata Banerjee)એ કટાક્ષ કરતા કહ્યું કે જો મોદી પોતાને ભગવાન માનતા હોય તો તેમના માટે મંદિર બનાવવું જોઈએ જેથી તેઓ ત્યાં બેસી જાય અને દેશને પરેશાન કરવાનું બંધ કરે.

કોલકાતામાં એક રેલીને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું “એક માણસ કહે છે કે તેઓ (PM મોદી) દેવતાઓના ભગવાન છે…ભાજપના એક નેતા કહે છે કે ભગવાન જગન્નાથ તેમના ભક્ત છે… જો તેઓ ભગવાન છે, તો ભગવાને રાજનીતિ ન કરવી જોઈએ. ભગવાને રમખાણો ભડકાવવા જોઈએ નહીં. અમે એક મંદિરનું નિર્માણ કરીશું અને ત્યાં તેમની પૂજા કરીશું, પ્રસાદ, ફૂલો અર્પણ કરીશું અને જો તેઓ ઈચ્છે તો અમે તેમને ઢોકળા પણ અર્પણ કરીશુ.”

મમતાએ કહ્યું, “મેં ઘણા બધા વડાપ્રધાનો સાથે કામ કર્યું છે, અટલ બિહારી વાજપેયી મને ખૂબ પ્રેમ કરતા હતા. મેં મનમોહન સિંહ, રાજીવ ગાંધી, નરશિમ્હા રાવ, દેવેગૌડા સાથે કામ કર્યું છે… પરંતુ મેં તેમના(મોદી) જેવું કોઈ જોયું નથી, આવા વડા પ્રધાનની જરૂર નથી.”

બંગાળના મુખ્ય પ્રધાને આ ટિપ્પણી પીએમ મોદીએ એક ન્યૂઝ ચેનલ સાથેના તાજેતરના ઇન્ટરવ્યુના સંદર્ભમાં કરી છે. જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે તેમને ભગવાન દ્વારા મોકલવામાં આવ્યા છે.

પુરીથી ભાજપના લોકસભા ઉમેદવાર સંબિત પાત્રાએ પણ તાજેતરમાં કહ્યું હતું કે ભગવાન જગન્નાથ “મોદીના ભક્ત” હતા. જોકે સંબિત પાત્રાએ તેમની ટિપ્પણી માટે માફી માંગી લીધી હતી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button