નેશનલ

હોળીની ઉજવણીઃ ગરબાના તાલે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી દાંડિયા રાસ રમ્યા, જુઓ વીડિયો

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી હંમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે આ વખતે મમતા બેનર્જીનો એક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન હોળીનાં પર્વનાં ઉજવણીનો આનંદ માણતા અને દાંડિયા રમતા જોવા મળી રહ્યા છે.

કલાકારો સાથે દાંડિયા રમ્યા

મમતા બેનર્જી આમ તો કાયમ તેમના નિવેદનો અને કેન્દ્ર સરકાર સાથેનાં સંઘર્ષને લીધે ચર્ચામાં રહે છે. ત્યારે આ વીડિયો ખૂબ જ શેર થઈ રહ્યો છે. આ વીડિયોમાં, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત હોળી ઉત્સવમાં કલાકારો સાથે દાંડિયા રમતા જોવા મળી રહ્યા છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહયો છે.

આપણ વાંચો: મમતા બેનર્જી એક સક્ષમ નેતા: શરદ પવાર…

ધર્મનું અપમાન સહન નહિ કરે

આ પહેલા મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમની સરકાર કોઈપણ ધર્મને નુકસાન પહોંચાડવા કે અપમાન કરવાની પ્રવૃતિને સહન કરશે નહીં. રાજ્ય વિધાનસભાની બહાર એલઓપી સુવેન્દુ અધિકારીની ટિપ્પણીના જવાબમાં તેમણે ગૃહમાં આ ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે, તો મુસ્લિમ ધારાસભ્યોને પદભ્રષ્ટ કરીને સત્તામાંથી બહાર ફેંકી દેવામાં આવશે.

આપણ વાંચો: Kolkata : પહેલા ન્યાય પછી ચા, વરસાદમાં પલળતા ડોકટરોએ નકારી મમતા બેનર્જીની માંગ

તમામ ધર્મોનું રક્ષણ કરવાની આપણી જવાબદારી

મમતા બેનર્જીએ કહ્યું કે લઘુમતીઓનું રક્ષણ કરવાની જવાબદારી બહુમતીની છે. હિન્દુઓ સહિત તમામ ધર્મોનું રક્ષણ કરવાની આપણી જવાબદારી છે,” તેમણે જણાવ્યું કે રાજ્યમાં 32-33 ટકા મુસ્લિમો, 8% SC અને ST અને 6% આદિવાસીઓ છે જ્યારે બાકીના હિન્દુઓ છે. ભાજપ ધર્મના નામે ખોટું બોલી રહી છે. કૃપા કરીને ધર્મના નામે જૂઠું ન બોલો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button