નેશનલ

પશ્ચિમ બંગાળમાં ED વિરુદ્ધ CM: મમતા બેનરજી સામે પદના દુરુપયોગનો આરોપ, કોર્ટમાં અરજી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીની ઓફિસ પર રેડ પાડવામાં આવી હતી.

ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી પર રેડ પડ્યાની જાણ થતાની સાથે જ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાને મમતા બેનર્જી I-PAC વડા પ્રતીક જૈનના ઘરે પહોચ્યાં અને ઈડી દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

આપણ વાચો: પશ્ચિમ બંગાળમાં TMCને મોટો ઝટકો; વિધાનસભા ચૂંટણી પહેલા સાંસદ મૌસમ નૂર કોંગ્રેસમાં જોડાયા…

મમતા બેનર્જી પર બંધારણીય પદનો દુરુપયોગ કરવાનો આરોપ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટીની ઓફિસ પર દરોડા પડ્યા તેમાં મમતાએ વિરોધ કર્યો છે. આ હવે આ કિસ્સામાં ઈડી દ્વારા હાઈ કોર્ટમાં કેસ કરવામાં આ્યો છે.

ED એ મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર I-PAC ઓફિસની તપાસ દરમિયાન તેમના બંધારણીય પદ અને સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે I-PAC ઓફિસની ઓફિસમાં દરોડા દરમિયાન સીએમ મુખ્ય પ્રધાને મહત્વના દસ્તાવેજો દૂર કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. આ કેસમાં ઈડીએ જે કેસ કર્યો તેમાં આવતીકાલે સુનાવણી કરવામાં આવશે તેવી અપેક્ષા છે.

આપણ વાચો: પશ્ચિમ બંગાળના 58 લાખ મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી કપાતા ખળભળાટ!

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા માહોલ ગરમાયો

મહત્વની વાત એ છે કે, ઈડીના આ કાર્યવાહી માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં કુલ 15 જગ્યાએ ઈડીએ દરોડા પાડ્યાં છે. જો કે, પશ્ચિમ બંગાળમાં મામલો વધારે વિવાદાસ્પદ બન્યો છે. વિધાનસભા ચૂંટણીની તૈયારી થાય તે પહેલા ભાજપ અને ટીએમસી વચ્ચે વાક્ યુદ્ધ શરૂ થયું છે. એટલું જ નહીં પરંતુ અત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા પણ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. જેવામાં રાજકીય માહોલ ગરમાયો છે.

ઈડીએ I-PACની ઓફિસ પર શા માટે દરોડા પાડ્યાં?

સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે I-PAC એક રાજકીય સલાહકાર કંપની છે. મહત્વની વાત એ છે કે, અત્યારે 2026ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય સલાહકાર તરીકે ટીએમસીએ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) ને કોન્ટ્રાક્ટ આપ્યો છે. પરંતુ મૂળ વાત એ છે કે, ઈડી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેમાં એવું કહેવામાં આવ્યું છે કે, આ કંપની પર હવાના કારોબારમાં સામેલ છે.

આ હવાલાના પૈસા કોલસાની દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા આવ્યા હોવાનો આરોપ હોવાના કારણે ઈડી દ્વારા રેડ પાડવામાં આવી છે. જો કે, સીએમ મમતા બેનર્જીનું કહેવું છે કે, ઈડીની આ કાર્યવાહી કેન્દ્ર સરકારના કહેવાથી કરવામાં આવી રહી છે. જેના કારણે મૂળ વિવાદ સર્જાયો અને મામલો હવે હાઈ કોર્ટ પહોંચ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button