નેશનલ

ફરી એક વાર મમતા બેનરજી અકસ્માતનો બન્યા ભોગ, સોશિયલ મીડિયા પર કરી જાણ

કોલકત્તા: પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ફરી એક વખત ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતની જાણ કરવામાં આવી હતી અને મમતા બેનર્જીને માથામાં ઇજા થઈ હોવાની તસવીર પણ પોસ્ટ કરવામાં આવી હતી.

ટીએમસીના X એકાઉન્ટ પર લખવામાં આવ્યું હતું કે અમારી ચેરપર્સનને ગંભીર ઇજા થઈ છે તેમની માટે પ્રાર્થના કરો. આ પોસ્ટ સાથેની તસવીરમાં સીએમ મમતા બેનર્જીના માથામાંથી લોહી નીકળતું પણ દેખાઈ રહ્યું છે.

મળતા અહેવાલ મુજબ સીએમ મમતા બેનર્જી પોતાના ઘરમાં ટ્રેડ મિલ પર કસરત કરી રહ્યા હતા આ દરમિયાન તેઓ પડી ગયા હતા. આ ઘટના બાદ મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ તેમને કોલકત્તાની એક હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સીએમ મમતા બેનરજી એક ગંભીર ઘટનાને લીધે જખમી થયા હતા. 2024માં જાન્યુઆરીમાં બર્ધમાનથી કોલકત્તા પરત ફરતી વખતે જોરદાર વરસાદમાં મમતા બેનર્જી પોતાની કારમાં હતા. આ દરમિયાન ધુમ્મસને લીધે કારનો અચાનક બ્રેક લગતા મમતા બેનર્જીના માથામાં ઇજા થઈ હતી.

એક અહેવાલ મુજબ સીએમ મમતા બેનર્જી બર્ધમાન જિલ્લામાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાંથી તેઓ હેલિકોપ્ટર વડે કોલકત્તા પરત આવવાના હતા, પણ ખરાબ હવામાન અને જોરદાર વરસાદને લીધે તેમને કાર વડે પાછું આવવું પડ્યું હતું, જેને લીધે આ ઘટના બની હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત