નેશનલ

બાંગ્લાદેશમાંથી પશ્ચિમ બંગાળમાં ‘ઘૂસણખોરી’ મુદ્દે મમતા બેનરજીએ હવે કર્યો મોટો દાવો

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamta Benarji) કેન્દ્ર સરકાર અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે BSF પર બાંગ્લાદેશના ઘૂસણખોરોને ભારતમાં ઘૂસાડવાનો અને રાજ્યની સ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. બીએસએફના આ વલણ પાછળ કેન્દ્ર સરકારનો હાથ હોવાનો મમતા બેનરજીએ દાવો કર્યો હતો.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં શાંતિ માટે ઘૂસણખોરી પર લગામ અનિવાર્યઃ અમિત શાહના આકરા તેવર

BSF પર ઘણા સનસનાટીભર્યા આરોપો
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ BSF પર ઘણા સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. રાજ્યના જિલ્લા મેજિસ્ટ્રેટ અને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં તેમણે દાવો કર્યો છે કે BSF ગેરકાયદેસર ઘૂસણખોરો અને ગુંડાઓને રાજ્યમાં પ્રવેશવા દે છે. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળને અશાંત બનાવવા માંગે છે, આથી BSF ઇસ્લામપુર, સીતાઇ અને ચોપરા બોર્ડરથી બાંગ્લાદેશી ગુંડાઓની ઘૂસણખોરી કરી રહી છે. જોકે, બીએસએફ અને કેન્દ્ર સરકારે મમતા બેનર્જીના આરોપો પર કોઇ જ પ્રતિક્રિયા આપી નથી.

કેન્દ્ર સરકારને લખશે પત્ર
મમતાએ ડીજીપી રાજીવ કુમારને ઘૂસણખોરો ક્યાં રહી રહ્યા છે તેની શોધ કરવા માટે નિર્દેશો આપ્યા છે અને કહ્યું કે તે કેન્દ્રને આ મામલે આકરા શબ્દોમાં પત્ર લખશે. તેમણે કહ્યું, “તેઓ (BSF) આ માટે તૃણમૂલ સરકારને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું ડીજીપીને પૂછીશ કે રાજ્યમાં પ્રવેશ્યા પછી આ ઘૂસણખોરો ક્યાં રોકાયા છે. બેનર્જીએ ચેતવણી આપી હતી કે જો કોઈ બંગાળમાં આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરશે તો તેનો વિરોધ કરવામાં આવશે.

2,272 કિલોમીટર લાંબી સરહદ
ઉલ્લેખનીય છે કે ભારત બાંગ્લાદેશ સાથે લગભગ 2,272 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSF ભારત-બાંગ્લાદેશ સરહદ પર સતત નિયંત્રણ રાખે છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ ભારતમાં ઘૂસણખોરીનો ભી વધી ગયો છે. આ કારણોથી કેન્દ્ર સરકારની સૂચના પર બીએસએફએ પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં બાંગ્લાદેશ સરહદ પર સુરક્ષા વધારી દીધી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button