“ગંગામાં ડૂબકીથી ગરીબી દૂર નહિ થાય” ખડગેના નિવેદન મુદ્દે ભાજપે વ્યક્ત કરી નારાજગી

ભોપાલ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે મધ્ય પ્રદેશના મહુમાં ‘જય બાપુ, જય ભીમ, જય સંવિધાન’ રેલીને સંબોધિત કરી હતી. મહુમાં રેલીને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જો તમે બધા આંબેડકર બની જશો તો આ ભાજપ (ભારતીય જનતા પાર્ટીની) સરકાર હચમચી જશે. આ દરમિયાન તેમણે મહાકુંભમાં સ્નાન માટે પહોંચેલા ભાજપના નેતાઓ તરફ ઈશારો કરતાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર નહીં થાય. તેમનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે કે જ્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગંગાસ્નાન માટે પ્રયાગરાયજ પહોંચ્યા હતા. તેમના આ નિવેદન બાદ ભાજપે વળતો આક્રમક જવાબ આપ્યો હતો. જોકે, મલ્લિકાર્જુન ખડગેને જ્યારે પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે માફી પણ માંગી હતી.
આ પણ વાંચો: મહાકુંભઃ ગંગાને ‘ડૂબતી બચાવવા’ માટે રોજ પાણીની ચકાસણી અને પૂજાનો કચરો દૂર કરવા સરકારે કમર કસી
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
ખડગેએ કહ્યું હતું કે ગંગા નદીમાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે. શું તમને ખાવાનું મળશે? તેમણે કહ્યું કે હું કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવા માંગતો નથી. જો કોઈને દુઃખ થયું હોય તો હું માફી માંગુ છું. જ્યારે બાળક ભૂખથી મરી રહ્યું હોય. લોકોને રોજગારી મળતી નથી, પરંતુ કરોડો રૂપિયા ખર્ચીને આ લોકો ડૂબકી લગાવી રહ્યા છે. આ લોકો ટીવી પર સારું ન દેખાય ત્યાં સુધી ડૂબકી લગાવે છે.
ભાજપે નિવેદનને વખોડ્યું
ખડગેના નિવેદન બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ વળતો પ્રહાર કરતા કહ્યું, “મહાકુંભ લાખો વર્ષોથી શ્રદ્ધાનું પ્રતીક રહ્યું છે. આખી દુનિયામાં ભક્તિની ભાવના છે. તે જ સમયે એક રાજકીય પક્ષ મજાક ઉડાવી રહ્યું છે.” તે. ખડગેજીએ આજે જે કહ્યું તે ખૂબ જ દુખદાયક છે. તેમણે કહ્યું કે શું ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? હું ખડગેજી, રાહુલજી, પ્રિયંકાજીને પડકાર ફેંકું છું કે શું તેઓ બીજા કોઈ ધર્મની શ્રદ્ધા વિશે આવું કહી શકશે? હજારો લોકો હજ માટે જાય છે અમે તેમનું સન્માન કરી છીએ.”
ગંગા માત્ર નદી નથી પણ મા છે
તેમણે આગળ કહ્યું હતું કે “આ પ્રકારનું નિવેદન શરમજનક છે. આ પહેલી વાર થયું નથી, જ્યારે ખડગેજીએ સનાતન વિરુદ્ધ વાત કરી હોય. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે જો અમે સત્તામાં આવીશું તો સનાતનનો અંત લાવીશું. રાહુલ જી, તમે ઇટાલી જાઓ અને ખૂબ ડૂબકીઓ લગાવો સ્વિમિંગ પુલમાં પણ મા ગંગા પર આવી ટિપ્પણીઓ નહીં કરો. અમારા માટે ગંગા માત્ર એક નદી નથી પણ ગંગા મા છે.