નેશનલ

Loksabha Election 2024 : મમતાને લઇને કોંગ્રેસમાં વિવાદ, મલ્લિકાર્જુન ખડગેએ અધીર રંજન ચૌધરીને આપ્યું અલ્ટીમેટમ

નવી દિલ્હી : દેશમાં લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ને લઇને ત્રણ તબક્કાનું મતદાન હજુ બાકી છે. તેવા સમયે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Khadge) અધીર રંજન ચૌધરી(Adhir Ranjan Chaudhary) પર નારાજ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જે સહમત નથી તેમણે પક્ષમાંથી બહાર જવું જોઈએ. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ સતત નિવેદન આપી રહ્યા હતા. આ જ નિવેદનથી કોંગ્રેસ અધ્યક્ષ ગુસ્સે થયા અને તેમણે અધીર રંજનને આ અલ્ટીમેટમ આપ્યું છે.

કોંગ્રેસની નીતિથી સહમત નથી તેને પક્ષમાંથી બહાર જવું જોઇએ : ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અધીર રંજન ચૌધરીનું નામ લીધા વિના કહ્યું કે તેઓ નિર્ણય લેવાવાળા નથી. કોંગ્રેસ નક્કી કરશે, હાઈકમાન્ડ નક્કી કરશે કે શું સાચું છે, આપણે બધાએ તેનું પાલન કરવું પડશે, જો કોઈ તેને અનુસરવા માંગતું નથી તો તેણે બહાર જવું પડશે. મલ્લિકાર્જુન ખડગે સ્પષ્ટ કરી દીધુ છે કે ઈન્ડિયા ગઠબંધનમાં એકસુત્રતા જળવાય તે અધીર રંજન કરતા વધારે મહત્વનું છે.

અધીર રંજન ચૌધરીએ કેમ ધીરજ ગુમાવી

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી છેલ્લા ઘણા દિવસોથી મમતા વિરુદ્ધ પ્રહાર કરી રહ્યા છે. તેઓ આરોપ લગાવી રહ્યા છે કે બંગાળમાં કોંગ્રેસને બરબાદ કરવામાં મમતાનો પણ હાથ છે. હવે એ જ બાબતને લઈને ખડગેએ કહેવું પડ્યું કે મમતા બેનર્જીનો પક્ષ ઈન્ડિયા ગઠબંધનનો એક હિસ્સો છે. જો કે ખડગેની કડક ચેતવણી પછી પણ અધીર રંજન ચૌધરીના નિવેદનોમાં કઠોરતા ઓછી થઈ નથી. તેઓ હજુ પણ મમતા પર પ્રહાર કરી રહ્યા છે અને કોંગ્રેસ અધ્યક્ષની સુચનાને પણ અવગણી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button