દૂરિયાં નઝદીકીયાં બન ગઈઃ વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં નીતિન ગડકરીના નવા મિત્ર કોણ?

નવી દિલ્હીઃ રાજકારણમાં તમામ મિત્ર અને તમામ શત્રુ હોય છે તે વાત તો નક્કી છે. નેતાઓના પક્ષ પલટા, સરકાર પાડી નાખાવાના કેટલાય ઉદાહરણો આપણી સમક્ષ છે. આથી કોણ નેતા કોની સાથે વાત કરે કે ક્યારે કયા પક્ષમાં ઠેકડો મારી દે તેનાથી હવે જનતા એકદમ ટેવાઈ ગઈ છે, પરંતુ અમુક નેતાઓની દરેક ગતિવિધિ પર રાજકારણીઓ અને જનતા બન્નેની નજર રહેતી હોય છે. આવા જ બે નેતા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને ભાજપના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી વચ્ચેની દોસ્તી સૌના ધ્યાનમાં આવી. આમ પણ ગઈકાલે વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં અલગ અલગ પક્ષના ઘણા નેતાઓ એકબીજાની સાથે મસ્તીથી વાતો કરતા જણાયા, પણ ગડકરી અને ખરગે હાથમાં હાથ નાખી જોવા મળ્યા. મલ્લિકાર્જૂન ખરગેને મત કરવા માટે તકલીફ પડી તો ગડકરી તેમની મદદે પણ ગયા. ગડકરી સ્પષ્ટ બોલનારા છે અને વારંવાર પોતાની જ સરકાર વિરુદ્ધ પણ બોલતા હોય છે. આથી તેમની અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની દોસ્તી સ્વાભાવિક રીતે ધ્યાન ખેંચે. ગડકરી સંઘ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે અને પક્ષમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એક સમયે વડા પ્રધાનપદના દાવેદાર ગડકરી મોદી સરકાર સામે પણ નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે, આથી તેમની નાનકડી વાત પણ રાજકીય ગરમાવો લાવી દે છે.

જોકે મતદાનકેન્દ્ર બહાર યુવાનેતાઓ વરિષ્ઠ નેતાઓને આગળ કરતા દેખાયા. તેમને પહેલા મતદાર કરવા દીધું અને પોતાના વારાની રાહ જોતા પણ દેખાયા. કૉંગ્રેસ-ભાજપ બન્નેના સાંસદો એકબીજા સાથે હસતાબોલતા જોવા મળ્યા. સામાન્ય રીતે સંસદભવનમાં આવા દશ્યો ઓછા જોવા મળતા હોય છે.
આપણ વાંચો: કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી રહ્યું છે? 80% વિઝા એપ્લીકેશન રદ