નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને મોહન ભાગવતનું નામ લેવા મને ટોર્ચર કરાતી, સાધ્વી પ્રજ્ઞાનો મોટો આક્ષેપ | મુંબઈ સમાચાર

નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને મોહન ભાગવતનું નામ લેવા મને ટોર્ચર કરાતી, સાધ્વી પ્રજ્ઞાનો મોટો આક્ષેપ

નવી દિલ્લી: માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ (Malegaon Bomb Blast)ના કેસમાં મામલે તમામ લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. આ આરોપમાંથી અદાલત દ્વારા મુક્ત કરાયેલાં સાધ્વી પ્રજ્ઞા (Sadhvi Pragyasingh Thakur)એ એક મોટો આક્ષેપ કર્યો હતો કે, હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના હાલના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત તેમ જ અન્ય કેટલાક લોકો પર આ પ્રકરણમાં દોષારોપણ કરવા માટે મારા પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો.

મારા પર બહુ જુલમ ગુજારવામાં આવતો હતોઃ પ્રજ્ઞાસિંહ ઠાકુર

ભોપાલનાં ભૂતપૂર્વ સાંસદે જણાવ્યું હતું કે, મેં ખોટી રીતે કોઈનું નામ નહોતું આપ્યું. મને ખોટી રીતે સંઘના વરિષ્ઠ નેતા રામ માધવ સહિતના કેટલાક લોકોના નામ આપવા હેરાન પરેશાન કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પર બહુ જુલમ ગુજારવામાં આવતો જેથી મારી તબિયત બગડી ગઈ હતી અને ફેફસાંને લગતી તકલીફ ઊભી થઈ હતી. હૉસ્પિટલમાં પણ મને ગેરકાયદે અટકાયત હેઠળ રખાઇ હતી. હું આ બધી વાત લખવાની છું. સત્યને ક્યારેય છુપાવી ન શકાય, હું ગુજરાતમાં રહી હતી અને તેથી મને દબાણ કરવામાં આવ્યો હતું કે, ‘હું આ કેસમાં હાલના વડા પ્રધાન મોદીનું નામ લઉ’.

હું આ બધી વાતો હું લખવાની છુંઃ સાધ્વી પ્રજ્ઞા

વધુમાં સાધ્વી પ્રજ્ઞાએ જણાવ્યું કે, ‘જ્યારે અમને મારવામાં આવતા ત્યારે, મને કહેવાતું કે જો તમે આ લોકોના (નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને મોહન ભાગવત) નામ આપશો એટલે કે તેઓ પર દોષારોપણ એટલે કે તેમના પર દોષ નાખશો તો અમે તમને નહિ મારીએ’. 17 વર્ષે જેલથી છૂટીને આવેલા સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે, મારા પર જે અત્યાચાર થયો છે તેના પર હું લખવાની પણ છું.

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના સાતેય આરોપી નિર્દોષ જાહેર

મુંબઈમાં એનઆઇએની ખાસ અદાલત દ્વારા માલેગાંવમાં 2008માં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં સાતેય આરોપીને અંદાજે 17 વર્ષ પછી 31મી જુલાઇ 2025ના રોજ નિર્દોષ જાહેર કરીને છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આરોપીઓમાં ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુર અને લેફટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતનો પણ સમાવેશ થાય છે. જેમાંથી પ્રજ્ઞાસિંહ ઠાકુરે અત્યારે મોટા આક્ષેપો કર્યાં છે.

આપણ વાંચો:  ભાજપના નેતા વરુણ પટેલ અને હાર્દિક પટેલ સામસામે! વિરમગામની દુર્દશા કોણે કરી?

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button