નેશનલ

હવે પુરૂષ દરજી મહિલાઓના કપડાંનું માપ નહીં લઇ શકે! આ રાજ્યમાં લાગુ થશે આવા નિયમો

લખનઉ: મહિલાઓની જાતીય સતામણી રોકવા માટે ઉત્તર પ્રદેશમાં મહિલા આયોગે (Uttar Pradesh women commission) એક ગાઈડલાઈનનો1 પ્રસ્તાવ મૂક્યો છે. આ પ્રસ્તાવિત ગાઈડલાઈનમાં લખનઉ: મહિલાઓની જાતીય સતામણી રોકવા માટે ઉત્તર પ્રદેશમાં મહિલા આયોગે (Uttar Pradesh women commission) દરજીઓને મહિલાઓના કપડાંનું માપ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બુટિક સેન્ટરો પર મહિલાઓના કપડાની માપણી માટે પુરૂષોને બદલે મહિલાઓ કર્મચારીની નિમણુંક ફરજીયાત રહેશે, આને લગતા આદેશો પણ તમામ જિલ્લાઓને મોકલવામાં આવ્યા છે.

આ સાથે જિમને અંગે પણ દિશાનિર્દેશનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત જિમ સંચાલકોએ પણ મહિલાઓ માટે મહિલા ટ્રેનર રાખવા પડશે. તમામ જિલ્લાઓને મહિલા આયોગની આ માર્ગદર્શિકા લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે.

બુટિકમાં કપડા માટે મહિલાઓનું માપ લેવા માટે મહિલા કર્મચારીની નિમણૂક કરવાની રહેશે. આ સાથે બુટિકમાં સીસીટીવી લગાવવા ફરજીયાત રહેશે. મહિલાઓ માટે ખાસ કપડાં વેચતા સ્ટોર્સે મહિલા કર્મચારીઓની નિમણૂક કરવી પડશે. કોચિંગ સેન્ટરમાં સીસીટીવી અને મહિલાઓ માટે અલગ શૌચાલય હોવું ફરજીયાત રહેશે.

મહિલા જીમ અથવા યોગ કેન્દ્રમાં કોઈને પ્રવેશ આપતી વખતે, આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ જેવા ઓળખ કાર્ડની ચકાસણી કરવી કરવાની રહેશે અને નકલ સુરક્ષિત રાખવી ફરજિયાત છે. આ સ્થળોએ સીસીટીવી અને ડીવીઆર કાર્યરત રાખવા ફરજિયાત છે.

સ્કૂલ બસમાં મહિલા સિક્યોરિટી ગાર્ડ અથવા મહિલા શિક્ષક હોવું ફરજિયાત છે. થિયેટર આર્ટ સેન્ટરોમાં મહિલા નૃત્ય શિક્ષકો અને સીસીટીવી હોવા જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker