હિંદ મહાસાગરમાં ભારતનું બળ વધશે! 1 લાખ કરોડ રૂપિયાની મેગા સબમરીન ડીલ તૈયાર?

નવી દિલ્હીઃ ભારત અત્યારે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે પ્રયત્ન કરે છે. ખાસ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારત હવે દરેક વસ્તુ દેશમાં ઉત્પાદિત કરવા માંગે છે. જેમા માટે પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યાં છે. હવાઈ ક્ષેત્ર માટે ભારત હવ પાંચમી પેઢીના ફાઈટર એરક્રાફ્ટ બનાવમાં માટે પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે હવે નૌસેનાની શક્તિ મજબૂત કરવા માટે બે મોટા સબમરીન હવે તૈયાર થઈ રહી છે. આ સબમરીન માટે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ સબમરીન માટે કેવા પ્રકારની ડીલ થઈ?
વિગતે વાત કરવામાં આવે તો, પહેલી ડીલ ત્રણ સ્કોર્પીન સબમરીન માટે છે, જે મુંબઈના માઝાગોન ડોક લિમિટેડ અને ફ્રાન્સના નેવલ ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવશે. બીજી ડીલ છ ડીઝલ-ઇલેક્ટ્રિક સ્ટીલ્થ સબમરીન માટે છે, જે MDL દ્વારા જર્મનીના થિસેનક્રુપ મરીન સિસ્ટમ્સ સાથે સહયોગથી બનાવવામાં આવશે. આ ડીલના કારણે નૌકાદળની પાણીની અંદર યુદ્ધ ક્ષમતામાં વધારો થશે અને ભારત સમુદ્રમાં વધારે મજબૂત બનશે.
પહેલી ડીલઃ 36,000 કરોડની કિંમતના ત્રણ સ્કોર્પિન સબમરીન
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ડીલ પ્રોજેક્ટ 75ના અનુગામી ક્રમમાં આવે છે. તેને સંરક્ષણ મંત્રાલય દ્વારા 2023માં મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ કેટલીક સમસ્યાઓના કારણે તે ડીલ સ્થગિત થઈ ગઈ હતી. આ સબમરીનને મુંબઈમાં MDL અને ફ્રાન્સના નેવલ ગ્રુપ સાથે સંયુક્ત રીતે બનાવવામાં આવશે. આ પહેલા MDL એ નેવલ ગ્રુપ સાથે મળીને છ સ્કોર્પિન સબમરીન બનાવી હતી. જેમાં INS કલવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાગશીર વગેરે સામેલ છે.
સ્કોર્પિન સબમરીનની વિશેષતાઓ શું છે?
આ ડીઝલ-ઇલેક્ટ્રિક એટેક સબમરીન છે, જેનું વજન 1500 ટન અને 75 મીટર લાંબી છે. સ્કોર્પિન સબમરીન એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ છે, જે 21 દિવસ સુધી પાણીની અંદર રહેવાની ક્ષમતા ધરાવે છે. ચીનની વધતી જતી નૌકાદળ સામે હિંદ મહાસાગરમાં ભારતની તાકાતમાં વધારો કરશે. ડીલ કર્યાંના છ વર્ષ બાદ પહેલા સ્કોર્પિન સબમરીન મળશે.
છ ડીઝલ-ઇલેક્ટ્રિક સ્ટીલ્થ સબમરીન અને તેની વિશેષતાઓ
આ સૌથી મોટો ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટ છે. જે પ્રોજેક્ટ 75 ઇન્ડિયા (P-75I) અંતર્ગત આવે છે જેને 2021 માં મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં MDL અને જર્મનીની TKMS સાથે મળીને કામ કરશે. TKMS ની ઓફર ટાઇપ 214 નું કસ્ટમાઇઝ્ડ વર્ઝન છે, જે AIP સિસ્ટમ અને સ્ટીલ્થ સુવિધાઓ સાથે 3000 ટન વજનની સબમરીન બનાવશે. સ્ટીલ્થ ડિઝાઇન, AIP સાથે લાંબા સમય સુધી પાણીની અંદર રહેવાની ક્ષમતા, અદ્યતન સેન્સર અને શસ્ત્રો તેની ખાસ વિશેષતા છે. આ સ્ટીલ્થ સબમરીન માટે આશરે 65,000થી 70,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે.
આ પણ વાંચો…નૌકાદળની ‘તાકાત’માં થશે વધારોઃ ‘ઉદયગિરિ’ અને ‘હિમગિરિ’ યુદ્ધ જહાજ એકસાથે સામેલ થશે…