Loksabha Election 2024 : સમાજવાદી પાર્ટીને લોકસભા ચૂંટણી પૂર્વે મોટો આંચકો, બે દિવસમાં બે પક્ષોએ છોડયો સાથ

લખનઉ: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના અધ્યક્ષ અને અખિલેશ યાદવના જૂના સહયોગી અને મહાન દળના કેશવ દેવ મૌર્યએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ અગાઉ જનવાદી પાર્ટીના સ્થાપક અને અધ્યક્ષ સંજય ચૌહાણે પણ સપાને ભાજપની બી-ટીમ ગણાવીને સમર્થન પાછું ખેંચી લીધું હતું. હવે એક અખબારી યાદી બહાર પાડતા કેશવ દેવ મૌર્યએ કહ્યું કે જ્યારે જયંત ચૌધરી, સ્વામી પ્રસાદ મૌર્ય અને પલ્લવી પટેલે અખિલેશ યાદવનો સાથ છોડી દીધો હતો ત્યારે હું સમાજવાદી પાર્ટી સાથે અડીખમ ઉભો હતો અને તેમને સમર્થન આપ્યું હતું.
સમાજવાદી પાર્ટીએ મને ગેરમાર્ગે દોર્યો : કેશવ દેવ મૌર્ય
આ સાથે કેશવ દેવ મૌર્યએ લખ્યું- “આ લોકસભા ચૂંટણી 2024માં ઈન્ડિયા એલાયન્સે મહાન દળને પોતાના ગઠબંધનમાં લીધું ન હતું, પરંતુ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મહાન દળ પાસે સમર્થન માંગ્યું હતું. મહાન દળને કોઈપણ પક્ષનું સમર્થન નથી. કોઈ ગઠબંધન નહોતું અને મોટી ચૂંટણી હોવાથી મહાન દળ પાસે કોઈ ઉમેદવાર નહોતા, તેથી સમાજવાદી પાર્ટીને સમર્થન આપતા પહેલા મેં સપાના સંયોજક ઉદયવીર સિંહને પૂછ્યું હતું કે શું સમાજવાદી પાર્ટીમાં અધિકાર પાર્ટીના અધ્યક્ષ બાબુ સિંહ કુશવાહ સામેલ નથી થવાના. જો આવું હશે તો હું સમાજવાદી પાર્ટીને સમર્થન નહીં આપું પરંતુ તેમણે સ્પષ્ટ ના પાડી હતી.
સમાજવાદી પાર્ટીએ મારી સાથે જૂની રમત શરૂ કરી
ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં જ્યારે જયંત ચૌધરી, સ્વામી પ્રસાદ મૌર્ય અને પલ્લવી પટેલે સમાજવાદી પાર્ટી છોડી દીધી હતી, ત્યારે હું સમાજવાદી પાર્ટી સાથે અડીખમ ઊભો હતો અને સમર્થન આપ્યું છે. પરંતુ ચૂંટણીનો બીજો તબક્કો પૂર્ણ થયા બાદ સમાજવાદી પાર્ટીએ બાબુ સિંહ કુશવાહાની પાર્ટી જન અધિકાર પાર્ટીને વિલય કરી બાબુ સિંહ કુશવાહાને જૌનપુર લોકસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા. અત્યાર સુધી તો ઠીક હતું પણ સમાજવાદી પાર્ટીએ મારી સાથે 2022માં ફરી એ જ જૂની રમત શરૂ કરી તેથી જ મે આ રમત રમી છે.