
નવી દિલ્હીઃ પાકિસ્તાને અરબ સાગર માટે નોટમ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે વાયુ સેના અને નૌ સેનાને નોટિસ આપીને ફાયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જો કે, તેની સામે ભારતે પણ પહેલગામ આતંકી હુમલાને ધ્યાને રાખીને આપણી તમામ દળની સેનાને એલર્ટ પર રાખી છે. નોંધનીય છે કે, અત્યારે પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ પહેલા જ્યારે 2016 અને 2019માં આતંકવાદી હુમલાઓ થયા છે, ત્યારે ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને બદલો લીધો હતો. આ વખતે પણ પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે કે ભારત હુમલો કરશે.
પાડોશીએ અરબ સમુદ્રમાં મ કર્યુંઃ સૂત્રો
ભારત હુમલો કરશે એવા ડરના કારણે પાકિસ્તાને કાલથી જ પોતાના દેશની સેના અને વાયુસેનાને એલર્ટ કરી દીધી હતી. જ્યારે આજે અરબ સમુદ્રમાં નોટમ જાહેર કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ NOTAM 24મી એપ્રિલ અને 25મી એપ્રિલ માટે અરબી સમુદ્રના પાણીની નજીક કોઓર્ડિનેટ્સ સાથે જારી કરવામાં આવ્યું હતું. જેથી ભારતે પોતાના માછીમારો અને વેપારીઓને પાકિસ્તાન આધિન સમુદ્ર વિસ્તારમાં ન જવા માટે ચેતવણી આપી છે.
પાકિસ્તાને અરબ સમુદ્રમાં જાહેર કરેલું નોટમ શું યુદ્ધનો સંકેત છે?
પાકિસ્તાન પોતાના નાપાક હકકતો માટે જાણીતું છે. ખોખલી વાતો અને દાવાઓ કરીને ધમકાવી શકે છે, બાકી ભારતની સેન્ય તાકાત સામે તેની સેન્ય તાકાત ક્યાય પણ બરાબરી કરી શકે તેમ નથી! આખરે પાકિસ્તાને શા માટે હુમલાનો ડર સતાવી રહ્યો છે? પાકિસ્તાન એટલા માટે ડરી રહ્યું છે કારણ કે પહેલગામમાં જે આતંકી હુમલો થયો તેમાં આડકતરી રીતે તેનો હાથ હોવાના અહેવાલો છે. જે આતંકી સંગઠનને આ હુમલાની જવાબદારી લીધી છે, તેને ફંડ પાકિસ્તાન આપે છે. આ સંગઠનોના પાકિસ્તાન આર્મીના પ્રોક્સી પણ કહેવામાં આવે છે. ભારતે પણ પાકિસ્તાનની અક્કડ તોડવા માટે મહત્વના નિર્ણયો લીધા છે. NOTAM બાબતે હજી સત્તાવાર કોઈ વિગતો સામે આવી નથી. પરંતુ હા ભારતીય સેનાને એલર્ટ તો કરી દેવામાં આવી છે.
આપણ વાંચો: પહેલગામ આતંકી હુમલા મુદ્દે કોંગ્રેસની બેઠક યોજાઈ, અમરનાથ યાત્રા બાબતે સરકારને કરી ટકોર