મહુઆ મોઈત્રાની મુશ્કેલીમાં વધારોઃ ઈડીએ મની લોન્ડરિંગ મુદ્દે ગુનો નોંધ્યો
નવી દિલ્હી: ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી)નાં નેતા મહુઆ મોઈત્રા પર લાંચ લઈને સંસદ ભવનમાં સવાલ પૂછવાને મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગનો ગુનો દાખલ કર્યો છે. આ સાથે સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (સીબીઆઇ) પણ આ કેસની તપાસ કરી રહી છે અને છ મહિનામાં આ કેસની રિપોર્ટ સોંપવા માટે સીબીઆઇને આદેશ આપવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળથી ટીએમસી પાર્ટીનાં નેતા મહુઆ મલ્હોત્રાને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ ઇડીએ પૂછપરછ માટે હાજર રહેવાની નોટિસ ફટકારવામાં આવી હતી.
આપણ વાંચો: પ્રચારમાં સીબીઆઈની હેરાનગતિ મુદ્દે મહુઆ મોઈત્રાએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
જોકે મહુઆ મલ્હોત્રાએ ઇડીની પત્ર લખી પૂછપરછ માટે હાજર રહેવા 21 દિવસનો સમય માંગ્યો હતો, પણ ઇડીએ મહુઆ મોઈત્રાની આ માગણીને ફગાવી કાઢી હતી અને તેઓ પૂછપરછ માટે હાજર ન રહેતા નવું સમન્સ જાહેર કરી મહુઆ મલ્હોત્રાને સાત દિવસ બાદ પૂછપરછ માટે હાજર રહેવાનો નવો આદેશ જાહેર કર્યો હતો.
ગયા વર્ષે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ નિશિકાંત દુબેએ ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રા પર મોંઘી ગિફ્ટ્સ અને પૈસા લઈને સંસદ સત્રમાં દર્શન હીરાનંદનીના કહેવા પર પ્રશ્ન પૂછવાનો આરોપ લગાવ્યો હતો.
આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા કરારને પણ જોખમમાં મૂકવાનો આરોપ કર્યો હતો. આ આરોપો સામે તપાસ દરમિયાન મહુઆ મોઈત્રા દોષી સાબિત થતાં તેમને આઠ ડિસેમ્બર 2023માં લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.