નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહુઆ મોઇત્રા પર સકંજો કસાયો, લોકપાલે CBIને કર્યો તપાસનો આદેશ, જાણો શું છે મામલો

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પશ્ચિમ બંગાળની લોકસભા સીટ પરથી કૃષ્ણનગર ટીએમસીના ઉમેદવાર મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ ફરી વધી ગઈ છે. લોકપાલે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને મહુઆ મોઇત્રા વિરુદ્ધ ‘પૈસા લઈને સવાલ પૂછવાના’ મામલામાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. લોકપાલના આદેશ બાદ સીબીઆઈ ટૂંક સમયમાં એફઆઈઆર નોંધશે. આ ઉપરાંત લોકપાલે સીબીઆઈને છ મહિનામાં રિપોર્ટ સોંપવાનો પણ હુકમ કર્યો છે.

લોકપાલે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ‘રેકોર્ડ પરની સંપૂર્ણ માહિતીના સાવચેતીપૂર્વક મૂલ્યાંકન અને વિચારણા કર્યા પછી, તેમાં કોઈ શંકા નથી કે તેમના પર લાગેલા આરોપો, જેમાંના મોટા ભાગના આરોપોમાં મજબૂત પુરાવા છે, ખાસ કરીને તેમના પદને ધ્યાનમાં રાખીને જોઈએ તો આ આરોપો અત્યંત ગંભીર પ્રકૃતિના છે. તેથી, અમારા માનવામાં મુજબ, સત્ય સ્થાપિત કરવા માટે સંપૂર્ણ તપાસ જરૂરી છે. સંબંધિત સમયે આરપીએસ (જવાબદાર જાહેર સેવક) ની સ્થિતિને ધ્યાનમાં લેતા, તે મહત્વપૂર્ણ બની જાય છે કે જાહેર સેવક તેના કાર્યકાળ દરમિયાન તેની ફરજોના પાલનમાં પ્રામાણિકતા જાળવી રાખે.’

લોકપાલે પોતાના આદેશમાં વધુમાં કહ્યું, ‘જનપ્રતિનિધિના ખભા પર જવાબદારી અને બોજ વધુ હોય છે. ભ્રષ્ટાચાર એ એક રોગ છે જે આ લોકશાહી દેશની કાયદાકીય, વહીવટી, સામાજિક અને આર્થિક કામગીરીને પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. તેથી ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટ પ્રથાઓને જડમૂળથી ઉખેડવા માટે તમામ પ્રયાસો કરવા એ અમારી ફરજ છે અને કાનુનનો આદેશ છે કે જે અયોગ્ય લાભ, ગેરકાયદેસર લાભ અથવા લાભ અને લાભના બદલામાં લાભ જેવા પાસાઓને આવરી લે છે. ,



લોકપાલના આદેશ પર બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ X પર પોસ્ટ કરીને લખ્યું, ‘સત્યમેવ જયતે. આજે મારી ફરિયાદને સાચી માનીને લોકપાલે CBIને મહુઆ મોઇત્રા સામે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એટલે કે થોડાક રૂપિયા માટે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ સાંસદે ભ્રષ્ટાચાર અને દેશની સુરક્ષા હિરાનંદાની પાસે ગીરો મૂકી દીધી હતી. જય શિવ.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button