ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધે ઘણો સમય થઇ ગયો છે, પરંતુ તેમના ચાહકોનો ક્રેઝ હજુ પણ અકબંધ છે. તેઓ આજે પણ માહીની એક ઝલક પામવા આતુર હોય છે. હવે તેમના ચાહકોની લાંબીલચક યાદીમાં એક નવુ નામ ઉમેરાયું છે. એ નામ છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું.
હાલમાં પરિવાર સાથે અમેરિકામાં રજા ગાળી રહ્યા છે. એ સમયે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ધોનીનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં ધોની ખુશખુશાલ મુદ્રામાં ટ્રમ્પની બાજુમાં ઊભેલા જોવા મળે છે. એમની સાથે ઊભેલા ટ્રમ્પ પણ ખુશ નજર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ ડોનાલ્ડ ટ્રમ્પે ખાસ ધોની માટે ગોલ્ફની રમતનું આયોજન કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોની ઘણી વાર ગોલ્ફની રમતનો આનંદ લેતા જોવા મળ્યા છે અને તેમના ગોલ્ફ રમતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.
વિશ્વ ક્રિકેટમાં ધોનીનું નામ ઘણા આદરથી લેવામાં આવે છે. IPLની 16મી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સને વિજેતા બનાવ્યા બાદ ધોનીએ તેના ઘૂંટણનું ઓપરેશન કરાવ્યું હતું. આ પછી, આગામી કેટલાક મહિનાઓ સુધી રિહેબમાં સમય વિતાવ્યા પછી, તે હવે સંપૂર્ણ રીતે ફિટ છે. વૈશ્વિક ક્રિકેટમાં તેઓમહાન ખેલાડી ગણાય છે. ભારતીય ટીમે તેની છેલ્લી ICC ટ્રોફી વર્ષ 2013માં ધોનીના નેતૃત્વમાં જીતી હતી. ભારતે 2011માં પણ ધોનીના નેતૃત્વમાં ઘર આંગણે રમાયેલા ODI વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું હતું.
Taboola Feed