‘મહાત્મા ગાંધી મહાપુરુષ, અને વડા પ્રધાન મોદી….’ ઉપરાષ્ટ્રતિના નિવેદનથી કેમ ભડકી કોંગ્રેસ?

નવી દિલ્હી: દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદીની મહાપુરુષ અને યુગપુરુષ એવી સરખામણી કરી છે. સોમવારે જૈન તત્વજ્ઞાની શ્રીમદ રાજચંદ્રને સમર્પીત એક કાર્ક્રમમાં જગદીપ ધનખરે આવું નિવેદન કરતાં કોંગ્રેસે તેમની ભારે ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે, હું તમને એક વાત કહેવા માંગુ છું. પાછલી સદીના મહાપુરુષ મહાત્મા ગાંધી હતાં. નરેન્દ્ર મોદી આ સદીના યુગપુરુષ છે. મહાત્મા ગાંધીએ સત્ય અને અંહિસાથી આપણને બ્રિટીશરોની ગુલામીમાંથી આઝાદ કરાવ્યા હતાં. અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશને પ્રગતીના પંથે લઇ ગયા છે. તેમણ કહ્યું કે આ બંને વચ્ચે એક વાતનું સામ્ય છે, આ બંનેના આચરણમાં શ્રીમદ રાજચંદ્રના પાઠ દેખાઇ આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તેમણે ઇન્ડિયા અલાયન્સ પર ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ દેશના વિકાસનો વિરોધ કરનારી શક્તીઓ અને આ દેશનો ઉદય પચાવી ન શકનારી તમામ શક્તીઓ આજે એક સાથે છે.
ઉપરાષ્ટ્રપતિના આ વિધાન પર કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે ટીકા કરી છે. મહાત્મા ગાંધીની નરેન્દ્ર મોદી સાથે કરવામાં આવેલ સરખામણીને તેમણે શરમજનક ગણાવી છે. સોશઇયલ મીડિયા સાઇટ એક્સ પર એક પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, તમે મહાત્મા ગાંધી સાથે સરખામણી કરી એ ખરેખર શરમજનક છે. દરેક વાતની એક મર્યાદા હોય છે. અને તમે એ મર્યાદા પણ વટાવી લીધી છે. તમે જે પદ પર છો એ પદને આવા વિધાનો શોભતા નથી.