મુંબઇઃ એનસીપીના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બાબા સિદ્દીકીની હત્યા બાદ સમગ્ર મુંબઈમાં ખળભળાટ મચી ગયો છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને પણ મોટો આંચકો લાગ્યો છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટર અને ફિલ્મ સમીક્ષક કમલ આર ખાન (KRK)ની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેને ચાહકો બાબા સિદ્દીકી સાથે જોડી રહ્યા છે.
X એકાઉન્ટ પર એક પોસ્ટમાં KRKએ લખ્યું હતું કે,”જૈસી કરની વૈસી ભરની. ના જાને કિતને લોગોં કી પ્રોપર્ટી પર જબરદસ્તી કબ્જા કિયા હુઆ થા. કુત્તે કી મૌત મરા! આજ ઉન સબ મજલૂમ લોગોં કો સુકૂન મિલા હોગા” અર્થાત ”જેવું તમે વાવો છો, તેવુ જ તમે લણશો. કોણ જાણે કેટલા લોકોની મિલકત તેણે બળજબરીથી હડપ કરી હતી. કૂતરાની મોતે મર્યો! આજે, તે બધા પીડિત લોકોને રાહત મળી હશે.”
KRKની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. જ્યાં એક તરફ લોકો બાબા સિદ્દીકીના આકસ્મિક અવસાનથી આઘાતમાં છે તો બીજી તરફ KRKના ચાહકો આ પોસ્ટ જોઈને ગુસ્સે થઈ ગયા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘હું તમારું દુ:ખ સમજી શકું છું, શું તેણે તમને ઈફ્તાર પાર્ટીમાં આમંત્રણ નહોતું આપ્યું?’ એકે લખ્યું, ‘કોઈનું મૃત્યુ થાય ત્યારે આવી પોસ્ટ ન કરવી જોઈએ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘કોઈની સાથે ઘણું ખરાબ થયું અને તે આવી પોસ્ટ કરી રહ્યો છે.’
જો કે, આ પોસ્ટના થોડા સમય પછી, કેઆરકેએ તેની આગામી પોસ્ટમાં સ્પષ્ટતા કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘મારા માટે હિન્દુ અને મુસ્લિમ બધા સમાન છે. જે ખોટું છે તે ખોટું છે પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ. હિંદુઓની મિલકતો કબજે કરવામાં આવી હતી, આવા ખોટા કામને યોગ્ય ન ઠેરવી શકાય.