નેશનલમહારાષ્ટ્ર

ઓબીસી અનામતનો મુદ્દો ફરી ઊઠતા મહારાષ્ટ્રમાં પાલિકાની ચૂંટણીઓ રખડી શકે

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 29 મહાનગરપાલિકા તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ઓબીસી અનામતનો મુદ્દો યથાવત છે અને તેનો ઉકેલ હજી સુધી આવ્યો નથી, એવી દલીલ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજદારે કરી હતી, પરંતુ ઓબીસી અનામતનો વિષય પૂરો થયો હોવાનો દાવો મુખ્ય અરજદાર તથા સરકારે કર્યો હોવાથી મૂંઝવણ ઊભી થઇ હતી અને સુપ્રીમ કોર્ટ નારાજ પણ થઇ હતી. ત્યાર બાદ કોર્ટે તમામ હસ્તક્ષેપ અરજીઓ પરની માહિતી મગાવીને સુનાવણી છઠ્ઠી મે સુધી મુલતવી રાખી હતી.

આ પણ વાંચો: જરાંગે ફરી જાગ્યાઃ મરાઠા અનામત માટે ફરી અનશન પર ઊતરવાની આપી ચીમકી

મુંબઈ, થાણે પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ રખડી પડી છે. આ ચૂંટણીઓ તાકીદે યોજવાની માગણીઓ કરવામાં આવી રહી છે. આ કેસની સુનાવણી વખતે મંગળવારે ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અનામત વિરુદ્ધ બોલવું ગુનો ના ગણી શકાય, HCએ મહિલાને આપી રાહત

અનામતની અરજી પર છઠ્ઠી મે સુધી સુનાવણી મુલતવી

રાજ્ય સરકારે વોર્ડની પુનઃરચનાનો મુદ્દો રજૂ કરવાનો હતો, પરંતુ તે અગાઉ જ ઓબીસીનો મુદ્દો ઉઠાવવાને કારણે મૂંઝવણ ઊભી થઇ હતી. તેથી સુપ્રીમ કોર્ટે આ બાબતે સ્પષ્ટ નહીં હોવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ ઓબીસી અનામતની સ્થિતિ અંગેની અરજીઓ પરની સુનાવણી છઠ્ઠી મે સુધી મુલતવી રાખી હતી.

હવે ચોમાસા બાદ પાલિકાની ચૂંટણીઓ યોજાશે?

ગત સુનાવણી વખતે ઓબીસી અનામતના મુદ્દાનો ઉકેલ આવ્યો હોવાનું કોર્ટને જણાવાયું હતું અને વોર્ડ રચના પર વિસ્તૃત દલીલ કરવાની તૈયારી દેખાડી હતી. તેથી ચૂંટણીઓ જલદીથી યોજાશે એવા સંકેત હતા, પરંતુ હવે ફરી ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવવામાં આવવાથી ચૂંટણીઓ રખડી પડવાની શક્યતા છે. હવે ચોમાસા બાદ જ ચૂંટણીઓ યોજાશે એવી શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button