
બીડ: મુંબઇ પોલીસને સોશિયલ મીડિયા પર આગામી તહેવારો દરમ્યાન વિસ્ફોટની મળેલી ચેતવણી વચ્ચે મહારાષ્ટ્રના (Maharashtra)બીડ જિલ્લામાં મોડી રાત્રે એક મસ્જિદમાં વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ અર્ધમસલા ગામની મસ્જિદમાં મોડી રાત્રે 2. 30 વાગેની આસપાસ થયો હતો. આ વિસ્ફોટમાં મસ્જિદની છત તૂટી પડી હતી.
આ વિસ્ફોટમાં કોઇ જાનહાનિ થઈ નથી. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે, હજુ સુધી આ વિસ્ફોટ પાછળનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ વિસ્ફોટ બાદ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
આ પણ વાંચો: મુંબઈના ડીસીપી સુધાકર પઠારેનું હૈદરાબાદ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ…
પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી
મહારાષ્ટ્રના બીડના ગેવરાઈ તાલુકાના અર્ધમસલા ગામમા મોડી મસ્જિદમાં થયેલા વિસ્ફોટના લીધે ફ્લોર અને દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ અજાણ્યા માનસિક રીતે અસ્થિર વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો છે. હાલમાં પોલીસ અધિક્ષક નવનીત કવત ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ ઘટના રાત્રે લગભગ 2.30 વાગ્યે બની હતી. પોલીસે શાંતિ જાળવવા અપીલ કરી છે અને અજાણ્યા વ્યક્તિની શોધ ચાલી રહી છે.