પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની તડામાર તૈયારીઓ, 26 મુખ્ય ચોક પર મુકાશે અર્જુન અને ગરુડ સહિતની પ્રતિમાઓ…
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળા 2025(Mahakunbh 2025)ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં 14 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 દરમિયાન મહાકુંભનું આયોજન કરવામાં આવશે. આ વખતે દેશ-વિદેશથી આવતા ભક્તો મહાકુંભમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિની દિવ્યતા અને અલૌકિકતાના દર્શન કરવા જઈ રહ્યા છે. પ્રયાગરાજમાં અર્જુન, ગરુડ, નંદી, ઐરાવત અને માતા ગંગા સાથે, શ્રવણ કુમારની પ્રતિમા જોવા મળશે. પૌરાણિક મહત્વ ધરાવતી આ 26 કોતરેલી પ્રતિમાઓ મહાકુંભમાં આવનારા દેશી-વિદેશી ભક્તો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનવા જઈ રહી છે. પ્રયાગરાજના 26 મુખ્ય ચોક પર તેને સ્થાપિત કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : હવે ચાલશે સંસદ; બંધારણ પર થશે ચર્ચા- તમામ પક્ષો વચ્ચે સહમતી
મહાકુંભને દિવ્ય અને ભવ્ય બનાવવાની તૈયારીઓ
આ વખતના મહાકુંભને દિવ્ય અને ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ અંતર્ગત શહેરના મુખ્ય ચોકો પર પૌરાણિક અને ભારતીય સંસ્કૃતિની મહત્વની કોતરણીવાળી પ્રતિમાઓને શણગારવામાં આવી રહી છે. અર્જુન, ગરુડ, નંદી, ગદા ઉપરાંત મા ગંગા સહિત અનેક એવી મૂર્તિઓ છે જે ભક્તોને આકર્ષિત કરશે. એસડીએમ મેલા અભિનવ પાઠકે જણાવ્યું કે સીએમ યોગીના નિર્દેશો પર 26 ઈન્ટરસેક્શનને ખાસ આકર્ષક આકાર આપવામાં આવી રહ્યો છે. જેમાંથી 06 ઈન્ટરસેક્શન પર કામ પૂર્ણ થઈ ગયું છે. તેમજ બાકીના 20 ઈન્ટરસેક્શનનું કામ એક સપ્તાહમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Bangladesh પર ઇસ્કોનનો મોટો આક્ષેપ, 63 સંતોને ભારતમાં પ્રવેશવા ના દીધા…
સમુદ્ર મંથનનો ઘોડો પણ મહાકુંભનું વિશેષ આકર્ષણ
મહાકુંભમાં, પ્રયાગરાજના 26 મુખ્ય ચોક પર કોતરેલી પ્રતિમા મૂકવાનું કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત ડીપીએસ ચારરસ્તા પર અર્જુનની પ્રતિમા, એરપોર્ટ ઈન્ટરસેક્શન પર નંદીની પ્રતિમા અને હર્ષવર્ધન ઈન્ટરસેક્શન પર મા ગંગા બોટમાં સવાર થઈને આરતી કરતા જોવા મળશે. સમુદ્ર મંથનનો ઘોડો પણ મહા કુંભનું વિશેષ આકર્ષણ બનવા જઈ રહ્યો છે. મહાન ભારતીય સમ્રાટ સમુદ્ર ગુપ્તની પ્રતિમા ખાસ કરીને ભક્તોને આકર્ષિત કરશે. આ ઉપરાંત શ્રવણ કુમારની સાથે મેજર ધ્યાનચંદની પ્રતિમા, એરાવતને પણ નૈની ચોકી ચોકડી પર શણગારવામાં આવી રહી છે.