નેશનલ

મહાકુંભમાં સ્વચ્છતા માટે છે ખાસ વ્યવસ્થા, ટેકનોલોજી અને એનજીઓ સંભાળશે જવાબદારી

લખનઉઃ લાખો લોકો જેની રાહ જોઈ રહ્યા છે તે મહાકુંભના મેળામાં સ્વચ્છતા જાળવવી એક મોટો પડકાર છે. આથી ઉત્તર પ્રદેશ સરકારે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અહીં સ્વચ્છતા જાળવવાની વ્યવસ્થા કરી છે.

સૂત્રો દ્વારા મળી માહિતી અનુસાર મેળાને સંપૂર્ણપણે મચ્છર અને માખીઓથી મુક્ત રાખવા માટે ફોગિંગ મશીન અને બ્લોઅર મિસ્ટનો ઉપયોગ કરવામાં આવશે. મહાકુંભના નોડલ જોઈન્ટ ડાયરેક્ટર (વેક્ટર કંટ્રોલ) ડૉ. વી.પી. સિંઘે જણાવ્યું હતું કે મેળાના કોઈપણ ખૂણેથી માત્ર એક કોલ કરવાથી ઓટોમેટિક બ્લોઅર મિસ્ટ 30 મિનિટમાં સ્થળ પર પહોંચી જશે અને મચ્છરો અને માખીઓનો નાશ કરશે.

સ્વચ્છતા જળવાઈ રહે તે માટે 110 અત્યાધુનિક બ્લોઅર મિસ્ટ અને 107 મિની ફોગિંગ મશીનો લાવવામાં આવી રહ્યા છે. મહાકુંભ દરમિયાન દરેક ખૂણે ખૂણે જંતુનાશક દવાનો છંટકાવ કરવાની તૈયારીઓ છે.

ખાસ મેલેરિયા સુપરવાઈઝર
અહીંના અધિકારીના જણાવ્યા અનુસાર મેળાના વિસ્તારમાં મેલેરિયા સુપરવાઈઝર રાખવામાં આવી રહ્યા છે. જેઓ શ્રદ્ધાળુઓની સુવિધાનું ખાસ ધ્યાન રાખશે. હાલમાં મહાકુંભમાં 45 મેલેરિયા સુપરવઈઝર તહેનાત કરવાની યોજના છે, આ ઉપરાંત 28 મદદનીશ મેલેરિયા સુપરવાઈઝર પણ તૈનાત કરવામાં આવશે.

આ પણ વાંચો : બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે : મહાકુંભ : મહામાર્કેટિંગ માટે મહાતક

ભોજન માટે આ વ્યવસ્થા
મહાકુંભમાં ભક્તોના ભોજન માટે અન્નક્ષેત્રમાં ભંડારાનું આયોજન કરવા સેંકડો સંસ્થાઓએ તૈયારીઓ કરી છે. આમાંથી ઘણી સંસ્થાઓએ ભંડારા અને લંગર પણ શરૂ કર્યા છે અને અન્ય ઘણી સંસ્થાઓ ટૂંક સમયમાં આ પહેલ શરૂ કરવા જઈ રહી છે.
પ્રયાગરાજના અધિકારીએ જણાવ્યું છે કે મહાકુંભમાં આઠ હજારથી દસ હજાર સંસ્થાઓ આવવાની સંભાવના છે અને તેમાંથી એવી સેંકડો સંસ્થાઓ છે જે મહાકુંભ દરમિયાન મફત ભોજન માટે લંગર અને ભંડારાનું આયોજન કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button