મહાકુંભમાં વસંત પંચમીના અમૃત સ્નાન પર યોગી આદિત્યનાથની બાજ નજર…

પ્રયાગરાજ: મહાકુંભમાં વસંત પંચમીના શુભ અવસર પર ત્રીજા અમૃત સ્નાનમાં આશરે પાંચ કરોડ લોકો હાજરી આપે તેવો અંદાજ છે. આ વાતને ધ્યાનમાં રાખીને અને ભૂતકાળના નાસભાગના બનાવ પરથી પ્રેરણા લઈને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લોકોની સુરક્ષા વ્યવસ્થા માટે યુદ્ધના ધોરણે પગલાં લીધા છે. સવારે 3:30 વાગ્યાથી તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાનના વોર રૂમમાં બેસીને મુખ્યપ્રધાન કાર્યાલયના અધિકારીઓ, ડીજીપી અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ પાસેથી અમૃત સ્નાનના સતત અપડેટ લઈ રહ્યા છે અને જરૂરી સૂચનો કરી રહ્યા છે. નિયત સમય પત્રક મુજબ જુદા જુદા અખાડાઓ સંગમમાં સ્નાન માટે પહોંચી રહ્યા છે.
Also read : “જય શ્રી રામ નહિ બોલે તો મારીશ, આ હિન્દુત્વ નથી” હિંદુ બનવાના માર્ગ પર બોલ્યા શશિ થરૂર…
સમગ્ર વિસ્તાર સંગમ ક્ષેત્ર છેઃ-
વસંત પંચમીના અમૃત સ્નાનના અવસર પર લાખો સંતો અને ભક્તો ત્રિવેણી સંગમ આસ્થાની ડુબકી લગાવવા આવી રહ્યા છે. નાગા સાધુઓએ સવારે નિયત સમયે અમૃત સ્નાન કર્યું છે. અગાઉ અમૃતસ્નાન વખતે થયેલી નાસભાગ બાદ આ વખતે કેટલીક વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 12 કિમીમાં ફેલાયેલા ઘાટ વિસ્તારને કેટલાક ભાગોમાં વહેંચવામાં આવ્યો છે અને લોકોને તેઓ જ્યાં હોય ત્યાંના નજીકના ઘાટ પર જ સ્નાન કરવાની સલાહ આપવામાં આવી છે. લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર વિસ્તાર સંગમ ક્ષેત્ર છે તેથી તેઓ જ્યાં પણ સ્નાન કરશે તે અમૃત સમાન જ છે.
અમૃત સ્નાન માટેની ખાસ વ્યવસ્થા:-
વસંત પંચમીના અમૃત સ્નાન માટે કેટલીક ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પ્રયાગરાજમાં ભારે વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે અને આ વિસ્તારને જાહેર કરવામાં આવ્યો છે. અહીં વીવીઆઈપી મુવમેન્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓના પરિવહન માટે હજારો બસો દોડાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. વાહન પાર્કિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ભક્તોને તમામ ઘાટ પર સ્નાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. કુંભમેળાના પ્રવેશ દ્વાર અને બહાર નીકળવાના સ્થળો પર વરિષ્ઠ અધિકારીઓને પેહના કરવામાં આવ્યા છે મહાકુંભનો સતત હવાઈ સર્વે પણ કરવામાં આવી રહ્યો છે, જેથી ભીડનો અંદાજ લગાવી શકાય.
Also read : મહાકુંભ ઉપરાંત કાશીમાં પણ રેકોર્ડ તૂટ્યા; 20 દિવસમાં આટલા લોકોએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા
ભક્તો માટે વિશેષ બસો:-
ત્રીજા અમૃત સ્નાન માટે વહીવટી તંત્રએ જડબેસલાક ભીડ વ્યવસ્થાપન કર્યું છે. અમૃત સ્નાન બાદ શ્રદ્ધાળુઓ સંગમ ક્ષેત્રથી તુરંત વિદાય લે અને નવા શ્રદ્ધાળુઓ આવી શકે એ માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હજારો સ્પેશિયલ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓને ઘાટ સુધી લઈ જવા અને લાવવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે હજારો બસો ઉપલબ્ધ રાખવામાં આવી છે. અલગ અલગ સ્થળોએથી બસ સેવાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. દર બે મિનિટે શ્રદ્ધાળુઓ માટે શટલ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે અને બસ સ્ટેશન પર ભીડ ના થાય તે માટે અલગથી વ્યવસ્થામાં પણ કરવામાં આવી છે.