મહાકુંભ જતા મુસાફરોએ બિહારના સ્ટેશન પર ટ્રેનમાં તોડફોડ કરી; જાણો કેમ લોકો રોષે ભરાયા…

પટના: મહાકુંભ મેળાને કારને પ્રયાગરાજ તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે, ઉત્તર પ્રદેશના પાડોશી રાજ્ય બિહારના ઘણા રેલ્વે સ્ટેશનો પર લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, બિહારના આરા રેલ્વે સ્ટેશન(Bihar Ara railway station) પર ચોંકાવનારી ઘટના બની હતી. સંપૂર્ણ ક્રાંતિ ટ્રેનમાં તોડફોડ થઈ હતી. રોષે ભરાયેલા લોકો એસી કોચનાં કાચ ફોડ્યા હતાં.
Also read : દિલ્હી રેલવે સ્ટેશનની ઘટના બાદ સરકાર જાગી! દિલ્હી-સુરત સહિત 60 રેલ્વે સ્ટેશનો પર થશે મોટો ફેરફાર
આ કારણે મુસાફરો રોષે ભરાયા:
અહેવાલ મુજબ આરા સ્ટેશન પર ભારે ભીડને કારણે, જે મુસાફરો પાસે ટિકિટ હતી તેઓ પણ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા. કારણ કે ટ્રેનમાં પહેલાથી જ મુસાફરી કરી રહેલા મુસાફરોએ અંદરથી દરવાજા બંધ કરી દીધા હતાં. જેને કારણે સ્ટેશન પર ઉભેલા લોકો રોષે ભરાયેલા અને તોડફોડ શરુ કરી હતી.
સંપૂર્ણ ક્રાંતિ ટ્રેન આરા રેલ્વે સ્ટેશન ખાતે માત્ર 2 મિનિટ માટે રોકાય છે. જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે અંદર પહેલાથી બેઠેલા મુસાફરોએ ગેટ બંધ કરી દીધો હતો. આ કારણે, જે મુસાફરો પાસે ટિકિટ હતી તેઓ ટ્રેનમાં ચઢી શક્યા નહીં. ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થર વડે ટ્રેનમાં તોડફોડ કરી.
રેલ્વે તંત્ર દોડતું થયું:
આ ઘટનાની જાણકારી મળ્યા બાદ દાનાપુર રેલ્વે ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ આરા રેલ્વે સ્ટેશન પહોંચ્યા. તેમણે પ્લેટફોર્મ નંબર ત્રણનું નિરીક્ષણ કર્યું. આ પછી તેમણે કહ્યું કે મુસાફરોની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, જો ટ્રેનોનો સ્ટોપેજ સમય વધારવાની જરૂર હોય તો તે કરો. તેમણે આરપીએફ અને કોમર્શિયલ સ્ટાફની સંખ્યા વધારવાનો પણ નિર્દેશ આપ્યો અને કહ્યું કે જો મુસાફરોને ટ્રેનમાં સીટ ન મળી રહી હોય, તો તેમને તે પછી આવતી ટ્રેનમાં બેસવાની મંજૂરી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે.
Also read : Delhi Stampede:રેલ્વે સ્ટેશન દુર્ઘટનાનો કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કરવામાં આવી આ માંગ
બિહારથી પશ્ચિમ તરફ જતી ટ્રેનો ફુલ જઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી, પ્રયાગરાજ જવા માટે આરા રેલ્વે સ્ટેશન પર લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. પરિસ્થિતિ એવી છે કે ટ્રેનોમાં ભીડ વધારે હોવાથી લોકોને ચઢવામાં અને ઉતરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ છતાં, લોકો મુસાફરી કરી રહ્યા છે.