ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ફફડાટ | મુંબઈ સમાચાર
મહાકુંભ 2025

ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોમાં ફફડાટ

નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સ્નાન કરી ચૂક્યા છે. મહાકુંભમાં જવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે. આ દરમિયાન એક ટ્રેન પર પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે. ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ ઘટના ઝાંસીના હરપાલપુર સ્ટેશન પર બની હતી. ભીડે ટ્રેન પર પથ્થરમારો કરતાં મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આવતી કાલે 29 જાન્યુઆરીના રોજ મૌની અમાસ છે, આ દિવસે ત્રિવેણી સંગમમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે લગભગ 10 કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાનમાં ભાગ લે તેવી શક્યતા છે. શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે, જેના માટે પ્રયાગરાજના રેલવે સ્ટેશનોથી દર 4 મિનિટે ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે એક જ દિવસમાં 150થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે, જે એક મોટી સિદ્ધિ હશે.

આ પણ વાંચો…Mahakumbh 2025: મૌની અમાસ માટે રેલવેએ કરી ખાસ વ્યવસ્થા; દર 4 મિનિટે દોડશે સ્પેશિયલ ટ્રેન…

પહેલે જ ટિકિટ બુક કરાવી હોય એ મુસાફરો માટે શહેર બાજુએ અલગથી એન્ટ્રી ગેટ નંબર 5 રાખવામાં આવ્યો છે. જેમને ટિકિટ બુક ના કરી હોય, તેવા મુસાફરો તેમના રૂટ અનુસાર કલર-કોડેડ શેલ્ટરમાં રાખવામાં આવશે. આ શેલ્ટરમાં મુસાફરોની સુવિધા માટે ટિકિટ કાઉન્ટર, એટીએમ અને મોબાઇલ ટિકિટિંગ પણ હશે.

Back to top button