સંગમના પાણીની ગુણવત્તા અંગે રાજકારણ ગરમાયું

પ્રયાગરાજ: મહાકુંભમાં સંગમના પાણીની ગુણવત્તા પર મોટો રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના અહેવાલમાં સંગમના પાણીને સ્નાન માટે અયોગ્ય ગણાવવામાં આવ્યું છે, જ્યારે સીએમ યોગીએ પાણીને સ્વચ્છ અને નાહવા માટે યોગ્ય જાહેર કર્યું છે. આ મામલે હવે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે.
સીએમ યોગીએ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં જણાવ્યું છે કે મહાકુંભમાં સંગમનું પાણી નહાવા તેમજ પીવા માટે યોગ્ય છે. સંગમના પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ 8 થી 9 છે. હવે આ મામલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાનઅખિલેશ યાદવે નિવેદન આપ્યું છે અને સવાલ કર્યો છે કે દિલ્હી અને લખનઊ વચ્ચે શું ચાલી રહ્યું છે
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે CPCBએ રાષ્ટ્રીય ગ્રીન ટ્રિબ્યુનલને જાણકારી આપ્યા પછી એવા સમાચાર આવ્યા હતા કે પ્રયાગરાજમાં ગંગાનું પાણી ગટરથી પણ વધુ ગંદુ છે. આ અહેવાલને ખોટો સાબિત કરીને યુપી સરકાર રહી છે કે બધું નિયંત્રણમાં છે. એમના (યુપી સરકારનો) કહેવાનું અર્થ એ હતો કે પ્રદૂષિત પાણીના સમાચાર ફેલાતા અટકાવવા માટે મીડિયા પર નિયંત્રણ છે. જનતા પૂછી રહી છે કે કોર્ટના તિરસ્કારની જેમ સરકારી બોર્ડના તિરસ્કાર માટે પણ કોઈ કાર્યવાહી થઈ શકે છે? યુપીના લોકો પૂછી રહ્યા છે કે દિલ્હી અને લખનઊ વચ્ચે શું ચાલી રહ્યું છે?
આ પણ વાંચો…Breaking News: નાણા પ્રધાને રજૂ કર્યું બજેટ, કહ્યું- ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન
UPPCB ના નિવેદન પર NGTએ સવાલ ઉઠાવ્યાઃ-
નોંધનીય છે કે મહાકુંભમાં સંગમના પાણી અંગે ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (UPPCB)નો રિપોર્ટ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ત્રિવેણી સંગમનું પાણી સ્નાન માટે સંપૂર્ણ યોગ્ય છે, પરંતુ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ ઉત્તર પ્રદેશ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (UPPCB)ના અહેવાલ પર સવાલ ઉઠાવ્યો છે અને જણાવ્યું છે કે UPPCBનો અહેવાલ નવો નથી. તેણે એમ પણ કહ્યું છે કે UPPCBના અહેવાલમાં પાણીની ગુણવત્તાના તમામ પરિમાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી હવે UPPCB આ અંગે નવો અહેવાલ જારી કરશે અને આ મામલે 28 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.