ટોપ ન્યૂઝમહાકુંભ 2025

મહાકુંભમાં પીએમ મોદીએ લગાવી આસ્થાની ડુબકી…

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવીને પવિત્ર સ્થાન કર્યું હતું. સ્નાન કરતા પહેલા પીએમ મોદીએ માતા-ગંગાને પ્રણામ કર્યા હતા. પછી કોગળા કર્યા હતા અને મોઢું સાફ કર્યું હતું ત્યારબાદ આસ્થાની ડૂબકી લગાવી હતી.

Also read : કુંભમેળા માટે રેલવેએ ગુજરાતને આપી વધુ ત્રણ સ્પેશિયલ ટ્રેનઃ જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ…

ત્રિવેણી સ્નાન માટે આજનો દિવસ કેમ પસંદ કર્યોઃ-

મહાકુંભનું આયોજન દર બાર વર્ષે થાય છે. મહાકુંભ મેળો 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાનો છે. આજે કુંભ મેળાનો 26 મો દિવસ છે. હાલમાં ગુપ્તા નવરાત્રી ચાલી રહી છે. આ દેવીની પૂજાના દિવસો ગણાય છે. આજે પાંચમી ફેબ્રુઆરી અને મહા મહિનાની ગુપ્ત નવરાત્રિની અષ્ટમીની તિથિ છે. આ દિવસનું ઘણું જ ધાર્મિક મહત્વ છે. એમ માનવામાં આવે છે કે જે કોઇ વ્યક્તિ અષ્ટમીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરે છે અને ધ્યાન-પૂજન કરે છે, તેની સર્વ ઇચ્છા પરિપૂર્ણ થાય છે. પીએમ મોદી સામાન્ય રીતે આવા મહત્વપૂર્ણ દિવસોનું ખાસ ધ્યાન રાખે છે. તેથી જ તેમણે ત્રિવેણી સ્નાન માટે આજનો અષ્ટમીનો શુભ દિવસ પસંદ કર્યો હતો.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભ દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ભગવા રંગનું ટી-શર્ટ પહેર્યું હતું. તેમના ગાળામાં રુદ્રાક્ષની માળા હતી. પવિત્ર સ્નાન દરમિયાન પીએમ મોદી મંત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે પરિક્રમા પણ કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ મહા મહિનાની અષ્ટમીની ઉજવણી કરી હતી અને માતા ગંગા યમુના અને સરસ્વતીના આશીર્વાદ પણ લીધા હતા. વડા પ્રધાનનો કાર્યક્રમ જ્યાં થઇ રહ્યો હતો તે વિસ્તારોને એનએસજી કમાન્ડો દ્વારા પોતાના કબજામાં લઇ લેવામાં આવ્યા હતા અને મેજિસ્ટ્રેટ તેમ જ મોટી સંખ્યામાં પોલીસ, આરએસી અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

જોકે ભક્તોની ભારે ભીડને કારણે પીએમ મોદી હનુમાન મંદિર અને અક્ષય વટના દર્શન કર્યા વિના સંગમ કિનારેથી પાછા ફર્યા હતા. સંગમમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પીએમ મોદી મહાકુંભ હેલીપેડથી પ્રયાગરાજ એરપોર્ટ માટે જવા રવાના થયા હતા. નરેન્દ્ર મોદી પ્રયાગરાજ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

Also read : દેશમાં માંસાહાર પર લાગે પ્રતિબંધ, UCCના સમર્થનમાં આવ્યા શત્રુધ્ન સિંહા

પીએમ મોદીની મુલાકાત દરમિયાન પસંદગીના રૂટ પર માત્ર થોડા સમય માટે જ પ્રવેશ પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો અને ક્યાંય પણ ટ્રાફિક ડાયવર્ઝન લાગુ નહોતું કરવામાં આવ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button