એવું તે શું થયું કે Mukesh Ambani અને Nita Ambani મહાકુંભને બદલે અમેરિકા જશે?
હાલમાં ભારત જ નહીં દુનિયાભરમાંથી લોકો ઉત્તર પ્રદેશ ખાતે યોજાઈ રહેલાં મહાકુંભ-2025 (MahaKumbh-2025)માં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) અને નીતા અંબાણી (Nita Ambani) મહાકુંભને બદલે અમેરિકા જવા રવાના થાય એવા અહેવાલો સામે આવી રહ્યા છે. અંબાણી પરિવાર ખૂબ જ આસ્થાળુ છે આવી સ્થિતિમાં તેઓ મહાકુંભમાં જવાને બદલે અમેરિકા જાય એટલે સવાલો થાય એ સ્વાભાવિક છે, ચાલો જાણીએ આ પાછળનું કારણ-
વાત જાણે એમ છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે અમેરિકા જવાના છે. એક સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રમ્પના શપથવિધિ સમારોહ સાથે સંકળાયે અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ નીતા અને મુકેશ અંબાણી 18મી જાન્યુઆરીના વોશિંગ્ટન ડીસી પહોંચશે. એટલું જ નહીં રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ શપથવિધિ સમારોહમાં અંબાણી કપલને મહત્ત્વની બેઠક આપવામાં આવશે. તેઓ ટ્રમ્પ કેબિનેટના નોમિનેટ મેમ્બર્સ અને ઈલેક્ટેડે ઓફિસર્સની સાથે બેસશે.
આ ઉપરાંત કેબિનેટનું એક સ્વાગત સમારોહ અને ઉપરાષ્ટ્રપતિનું ડિનર પણ યોજાશે, જેમાં અંબાણી પરિવાર ભાગ લેશે. નીતા અને મુકેશ અંબાણી 19મી નવેમ્બરના રાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે કેન્ડલ લાઈટ ડિનરમાં ભાગ લેશે. શપથ ગ્રહણ દરમિયાન ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે ભાગ લેશે. આ પહેલાં 2017થી 2021 વચ્ચે 45મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળી ચૂક્યા છે.
આ પણ વાંચો…મહાકુંભમાં ભક્તિમાં લીન જોવા મળી બોલિવૂડ અભિનેત્રી, વીડિયો વાયરલ
ટ્રમ્પના શપથવિધિ સમારોહમાં દેશ-દુનિયામાંથી મહેમાનો અને નેતાઓ હાજરી આપશે. ભારતથી વિદેશ ખાતાના પ્રધાન એસ. જયશંકર સિવાય ક્વાડ દેશના વિદેશ ખાતાના પ્રધાનો પણ હાજરી આપશે. આ બધા દિગ્ગજો વચ્ચે ભારતના ગુજરાતી ઉદ્યોગપતિને આટલા મોટા કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રક્ષણ મળે એ ખરેખર ગર્વની વાત છે…