રાજીનામું આપ્યા બાદ યુ ટર્ન, મમતા કુલકર્ણી ફરીથી મહામંડલેશ્વર બન્યા…

પ્રયાગરાજઃ બોલિવૂડની ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વર પદેથી રાજીનામું આપ્યા બાદ યુટર્ન લીધો છે. તેઓ કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદે પરત ફર્યા છે. કરણ અર્જુન ફેમ અભિનેત્રી મમતાએ જણાવ્યું હતું કે અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી.
Also read : ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ‘મોબાઇલ પ્રતિબંધિત’! માલેગાંવના દાઉદી બોહરા સમુદાયનો નિર્ણય
મમતા કુલકર્ણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ રાજીનામું પાછું ખેંચવાની વાત કહેતા જોવા મળે છે. મમતા કહે છે કે નમસ્તે હું શ્રી યમાઇ મમતા નંદ ગિરી છું. બે દિવસ પહેલા કેટલાક લોકોએ મારા ગુરુ ડૉ. આચાર્ય લક્ષ્મી નારાયણ ત્રિપાઠી પર ખોટા આરોપો લગાવ્યા હતા. તેના જવાબમાં ભાવનાની ક્ષણમાં મેં રાજીનામું આપી દીધું હતું. જોકે, મારા ગુરુએ તેને સ્વીકાર્યું નહોતું. મહામંડલેશ્વર બન્યા બાદ મેં જે લાકડી, શાહી છત્ર, પ્રસાદ વગેરે જે વસ્તુઓ અર્પણ કરી હતી તે અખાડાને જ સમર્પિત જ રહેશે.
Also read : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે…
મમતા કુલકર્ણી 25 વર્ષ બાદ ભારત પરત ફર્યા બાદ પ્રયાગરાજ મહાકુંભમાં સન્યાસ લીધો હતો. પિંડદાન બાદ તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ આપવામાં આવ્યું હતું. કિન્નર અખાડામાં મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદ આપવાનો ઘણો વિરોધ થયો હતો. કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે જણાવ્યું હતું કે કોઇ પણ મહિલાને કિન્નર અખાડાનો મહામંડલેશ્વર બનાવવો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે. વિવાદ વધતા મમતાએ 10 ફેબ્રુઆરીના રોજ પદ પરથી રાજીનામું આપ્યું હતું અને જણાવ્યું હતું કે હું 25 વર્ષથી સાધ્વી છું અને સાધ્વી રહીશ.