viral videoઃ પતિ હોય તો આવો, મહાકુંભના મેળામાં પત્નીને આ રીતે સપોર્ટ કરતા પતિને જોઈ…
પ્રયાગરાજ મહાકુંભ નિમિત્તે ગયેલા લોકો સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો પોસ્ટ કરતા હોય છે અને સાથે સાથે વીડિયો અને તસવીરો પણ શેર કરતા હોય છે, જેમાંથી અમુક વીડિયો વાયરલ થતા હોય છે. ફૂલ વેચવાવાળી મોનાલીસાથી માંડી કાંટાવાળા બાબાને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દુનિયા સુધી પહોંચાડ્યા છે. હવે એક સામાન્ય માણસનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો એક પતિનો છે જે પતિને પ્રેમ કરતો નજરે પડે છે. ના…ના…બીજું કંઈ સમજતા નહીં, પતિનો પત્નીને પ્રેમ કરવાનો, સાથ આપવાનો આ વીડિયો જોઈ સૌ કોઈ કહી રહ્યા છે કે પ્રેમ આ રીતે પણ વ્યક્ત થાય. આ પ્રકારના વીડિયોને પૉકી મોમેન્ટસ કહેવાય છે, નેટ યુઝર્સને તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહાકુંભમાં સ્નાન કરવા આવેલા એક કપલ ઘાટના કિનારે ઊભું છે. ત્યારે તેની પત્ની મેકઅપ કરતી જોવા મળે છે. તેનો પતિ એક હાથમાં નાનો અરીસો અને બીજા હાથમાં પત્નીનું મેકઅપ પાઉચ પકડીને તેની હેલ્પ કરે છે. જેથી તેની પત્ની આરામથી મેકઅપ કરી શકે. આટલી ભીડમાં પતિ પત્નીના મેકઅપ માટે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર હેલ્પ કરે છે. આ વિડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી લીધા છે.
વીડિયોને લઈને યુઝર્સ તરફથી અનેક રિએક્શન આવ્યા છે. વીડિયો પર યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું. પ્રેમમાં પડેલો માણસ આવો જ દેખાય છે. ખૂબ જ નસીબદાર છે તે પત્ની જેને આવો પતિ મળ્યો છે. યુઝર્સે રમૂજી કોમેન્ટ પણ કરી છે. કહ્યું કે આ વ્યક્તિ પુરુષ સમાજ પર જવાબદારી વધારવા જઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો @saundarya_shukla નામના એક યુઝરે શેર કર્યો છે. તમે પણ જૂઓ અને કહો તમારા પતિને કે…
આ પણ વાંચો : મહાકુંભમાં વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુનું મોત