મહાકુંભ 2025

Video: મહાકુંભમાં નાસભાગ મુદ્દે સીએમ યોગી ભાવુક થયા, શું કહ્યું?

મૃતકના પરિવારને 25-25 લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલી નાસભાગમાં 30 લોકોનાં મોત થયા, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી છે. આ ઘટના મુદ્દે ન્યાયિક તપાસ માટે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કમિટીનું ગઠન કરવાની જાહેરાત કરી છે. ભાગદોડનો ઉલ્લેખ કરતા યોગીજી ભાવુક થઈ ગયા હતા. આ ઘટના મુદ્દે બહુ દુઃખ થયું છે. મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે કહ્યું હતું કે કાલ રાતથી ઓથોરિટી અને પોલીસ પ્રશાસનના સંપર્કમાં છું, જે કોઈ વ્યવસ્થા કરવામાં આવી હતી એ કરી છે.

આ પણ વાંચો: મહાકુંભમાં ‘નાસભાગ’: 30 શ્રદ્ધાળુનાં મોત, ડીઆઈજીએ આપ્યું નિવેદન…

મદદ માટે તમામ એજન્સીને તહેનાત કરી

મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીએ કહ્યું હતું કે આ ઘટના અત્યંત દુખદ છે. જે લોકોએ તેમના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. દરમિયાન આ દુર્ઘટનામાં માર્યા જનારા પ્રત્યેક મૃતકના પરિવારને 25-25 લાખ રુપિયાની સહાયની જાહેરાત કરી હતી. કુંભમેળાના આયોજકો, પોલીસ પ્રશાસન, એનડીઆરએફ, એસડીઆરએફ અને અન્ય એજન્સીના જવાનોને પણ જરુરી મદદ માટે તહેનાત કરવામાં આવ્યા છે.

36 લોકોની ચાલી રહી છે સારવાર

મૌની અમાવસ્યાને લઈ પવિત્ર સ્નાન માટે ગઈકાલે સાંજના સાત વાગ્યાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજમાં આવ્યા હતા. મધરાતે જ અખાડાઓના કોરિડોરમાં એક દુર્ઘટના ઘટી હતી, જેમાં 30 લોકોના મોત થયા હતા. પ્રયાગરાજની હોસ્પિટલમાં અત્યારે 36 લોકોની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના માટે પ્રાથમિક તબક્કે ભીડે અખાડાના કોરિડોરના બેરિકેડ તોડવાનું પરિબળ જવાબદાર હતું. બ્રહ્મમૂર્હૂતમાં અમૃત સ્નાન માટે સંગમકિનારે લોકો સૂતા હતા, ત્યારે ઘાટ પર લોકોની મેદની અનિયંત્રિત બન્યા પછી બેરિકેડ્સ તૂટ્યા હતા, પરિણામે અનેક લોકો કચડાયા હતા, જેમાં અનેક લોકો ભોગ બન્યા હતા.

ત્રણ સભ્યની ટીમ દ્વારા થશે તપાસ

યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ બનાવ મુદ્દે સરકારે ઉચ્ચ સ્તરીય ધોરણે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તપાસ કરનારી ટીમમાં જસ્ટિસ હર્ષ કુમાર, પૂર્વ ડીજી વીકે ગુપ્તા અને નિવૃત્ત આઈએએસ ડીકે સિંહની અધ્યક્ષતામાં ત્રણ સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button