મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓની બોલેરોની બસ સાથે ટક્કર, 10 નાં મૃત્યુ…

લખનઉઃ પ્રયાગરાજમાં હાલ કુંભમેળો ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. પ્રયાગરાજ જિલ્લામાં મોટી દુર્ઘટના બની હતી. જેમાં 10 શ્રદ્ધાળુના મોત અને 19 ઘાયલ થયા હતા. બનાવની માહિતી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અને ઇજાગ્રસ્તોનો હૉસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી.
Also read : ઈશા ફાઉન્ડેશન મુદ્દે સુપ્રીમ કોર્ટે તમિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઝાટકણી કાઢી…
તમામ મૃતકો છત્તીસગઢના
મળતી વિગત પ્રમાણે, મેઝામાં પ્રયાગરાજ-મિર્જાપુર હાઇવે પર શુક્રવારે મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં 10 શ્રદ્ધાળુના મોત થયા હતા. શ્રદ્ધાળુઓ ભરેલી બોલેરો અને બસ સામ સામે ટકરાયા હતા. જેમાં બોલેરોમાં સવાર તમામ 10 શ્રદ્ધાળુના મૃત્યુ થયા હતા. તમામ મૃતકો છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા. બોલેરોમાં સવાર 10 શ્રદ્ધાળુ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં આવતા હતા.
ઈજાગ્રસ્તો સંગમ સ્નાન બાદ જતા હતા વારાણસી
આ દુર્ઘટનામાં બસમાં સવાર 19 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલો સંગમ સ્નાન બાદ વારાણસી જતા હતા. તમામ ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા હતા. બસમાં સવાર તમામ શ્રદ્ધાળુ મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે.
Also read : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન પછી સુરક્ષામાં કર્યો વધારોઃ ચૂંટણી યોજવાની વિપક્ષની માગ
મહાકુંભમાં રચાયો રેકોર્ડ
મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોએ અહીં સ્નાન કરી ચૂક્યા છે. જે એક રેકોર્ડ છે.