મહાકુંભમાં નાસભાગઃ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈ પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
નવી દિલ્હીઃ પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન શાહી સ્નાન વખતે આજે સવારે મચેલી નાસભાગમાં 10 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાને લઈ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાએ દુઃખ વ્યક્ત કર્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે વહેલી સવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન થયેલી ભાગદોડ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ ઇજાગ્રસ્ત શ્રદ્ધાળુઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું, પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ અત્યંત દુઃખદ છે. હું મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.
આ પણ વાંચો: મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગઃ જાણો પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
પીએમ મોદીએ શું કરી પોસ્ટ?
प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…
— Narendra Modi (@narendramodi) January 29, 2025
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે વાત કરી છે અને રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છે. એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી દુર્ઘટના અત્યંત દુઃખદ છે. જે ભક્તોએ તેમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. હું તમામ ઇજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની શુભકામના કરું છું. પીએમ મોદીએ કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.
અમિત શાહે શું કહ્યું?
प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…
— Narendra Modi (@narendramodi) January 29, 2025
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, મહાકુંભમાં થયેલી દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. આ દુર્ઘટનામાં જે લોકોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર તેમને દુઃખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર ઘાયલોની હૉસ્પિટલમાં સારવાર કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને સ્થાનિક તંત્ર સાથે હું સતત સંપર્કમાં છું.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું?
प्रयागराज महाकुंभ में हुए हादसे में जानहानि के समाचार से व्यथित हूँ। जिन्होंने अपनी जान गंवाई उन श्रद्धालुओं को भावपूर्ण श्रद्धांजलि अर्पित कर, उनके परिजनों के प्रति मेरी गहरी संवेदनाएं व्यक्त करता हूँ। सभी घायल श्रद्धालु शीघ्र ही स्वस्थ हो एसी ईश्वर से प्रार्थना।
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 29, 2025
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું, પ્રયાગરાજાં મહાકુંભમાં થયેલી નાસભાગના સમાચારથી વ્યથિત છું. જે લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે તેવા શ્રદ્ધાળુઓને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તમામ ઘાયલ શ્રદ્ધાળુ જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રભુને પ્રાર્થના.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, પીડિત પરિવારો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગના કારણે કેટલાય લોકોના મોત અને કેટલાય ઘાયલ થવાના સમાચાર અત્યંત દુ:ખદ છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે પણ આ ઘટના પ્રત્યે પ્રશાસન અને સરકાર પર ટાર્ગેટ કર્યો છે. તેમણે કહ્યું કે, આ ઘટના અવ્યવસ્થાનું પરિણામ છે અને પ્રશાસન તો વીઆઈપી લોકોને સુરક્ષામાં વ્યસ્ત છે.