મહાકુંભ 2025

આમ તે કંઈ થોડા પાપ ધોવાય? માને ઘરમાં બંધ કરી ભૂખી રાખી આ પરિવાર ગયો મહાકુંભમાં…

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. દરમિયાન ઝારખંડના રામગઢ જિલ્લામાંથી એક એવા સમાચાર જાણવા મળ્યા છે જેણે બધાને ચોંકાવી દીધા છે. એક દીકરાએ તેની બીમાર માતાને ઘરમાં બંધ કરી દીધી હતી અને તેની પત્ની, બાળકો અને સાસરિયાઓ સાથે પુણ્ય કમાવા માટે મહાકુંભમાં પહોંચી ગયો હતો.

Also read : સંગમના પાણીની ગુણવત્તા અંગે રાજકારણ ગરમાયું

વૃદ્ધ માતા સંજુ દેવી ત્રણ દિવસ સુધી સૂકા પૌવા અને પાણી પર ટકી રહી હતી. ભૂખના કારણે તે ચીસો પાડી રહી હતી. તેને પીડાનો આવાજ સાંભળીને પડોશીઓએ ફોન કરીને વૃદ્ધ મહિલા સંજુ દેવીના ભાઇ અને દીકરી ચાંદનીને બોલાવી હતી. સંજુ દેવીની પુત્રી અને ભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘરનું તાળું તોડ્યું હતું. તેઓ અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. ભૂખથી વૃદ્ધ માતા સંજુ દેવી પ્લાસ્ટિક ખાવાનો પ્રયાસ કરી રહી હતી. પડોશીઓએ તરત જ તેમને ખાવાનું આપ્યું હતું. સંજુ દેવીની પુત્રી અને ભાઈએ રામગઢ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી નજીકના લોકોની મદદથી સંજુ દેવીને ઘરની ઘરમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડી હતી.

પુત્રએ શું કહ્યું?
જ્યારે પુત્રનો સંપર્ક ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, ‘અમે જતા પહેલા માતાને ભોજન આપીને નીકળ્યા હતા. ઘરમાં તેના ખાવા પીવાની બધી વ્યવસ્થા કરી હતી ઘરમાં પૌંવા જેવી ઘણી ખાવાની વસ્તુ હતી અને મારી માતાએ જ મને કુંભમાં જવાનું કહ્યું હતું. તેની તબિયત સારી નહોતી, તેથી હું તેને સાથે લઈ જઈ શક્યો ન હતો.’

દીકરી શું બોલી?
આ ઘટના પછી સંજુ દેવીની પુત્રી ચાંદનીએ તેની માતાને પોતાની સાથે રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તેણે એમ પણ કહ્યું હતું કે તેનો ભાઈ મહાકુંભમાં જતી વખતે તેની માતાને તેના (ચાંદનીના) ઘરે છોડીને જઈ શક્યો હોત, પરંતુ તેણે એવું ના કર્યું. તે હવે તેની માતાને પોતાની સાથે જ રાખવા માંગે છે.

Also read : ભારે ગંભીર પ્રકરણઃ મહાકુંભમા સ્નાન કરતી મહિલાઓના ફોટા-વીડિયોનો ધંધોઃ બે સામે ફરિયાદ

કાનૂની નિષ્ણાતો શું કહે છે?
કાયદાકીય નિષ્ણાતો જણાવે છે કે આ રીતે કોઈને ઘરમાં બંધ રાખવું એ ગુનાની શ્રેણીમાં આવે છે. વૃદ્ધ મહિલા ઘરમાં બંધ હતી અને તેના પુત્ર પત્ની અને બાળકો પ્રયાગરાજ કુંભમાં ગયા હતા. વૃદ્ધ મહિલાની પુત્રીને બોલાવવામાં આવી અને ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તોડીને તેને બહાર કાઢવામાં આવી તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલમાં સંજુ દેવીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કૃત્ય એકદમ અમાનવીય હતું. ફરિયાદ મળતા જ પોલીસ કાર્યવાહી કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button