Mahakumbh 2025 : ઈશા અંબાણીએ પતિ આનંદ પિરામલ સાથે લગાવી સંગમમાં પવિત્ર ડૂબકી…

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં(Mahakumbh 2025)બુધવારે અંતિમ સ્નાન છે. જેમાં અત્યાર સુધી 64 કરોડ લોકોએ સંગમ સ્નાન કર્યું છે. આ દરમિયાન આજે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી તેમના પતિ આનંદ પિરામલ સાથે મહાકુંભમાં પહોંચી હતી અને અહીં ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. સાધુ- સંતોની હાજરીમાં ઈશા અંબાણીએ સંગમમાં સ્નાન કર્યું અને પૂજા કરી હતી. આ પૂર્વે મહાકુંભમાં પિતા મુકેશ અંબાણી સહિત સમગ્ર અંબાણી પરિવારે પવિત્ર સંગમ સ્નાન કર્યું હતું.
Also read : Ambani Familyના યંગેસ્ટ મેમ્બર આ શું કરતાં જોવા મળ્યા, પપ્પા Akash Ambaniએ આપ્યું આવું રિએક્શન?
સ્વામી ચિદાનંદ સરસ્વતીની હાજરીમાં ત્રિવેણીમાં પવિત્ર સ્નાન
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણી પતિ આનંદ પિરામલ સાથે મહાકુંભમાં પહોંચી હતી. આ દરમિયાન તેમના પતિ આનંદ પીરામલના કેટલાક મિત્રો પણ તેમની સાથે હતા. આ પછી બધા સંગમમાં સ્નાન કરવા માટે ત્રિવેણી ઘાટ પહોંચ્યા. ઈશા અંબાણી અને આનંદ પિરામલે સ્વામી ચિદાનંદ સરસ્વતીની હાજરીમાં ત્રિવેણીમાં પવિત્ર સ્નાન કર્યું.
અંબાણી પરિવાર 11 ફેબ્રુઆરીએ મહાકુંભમાં પહોંચ્યો હતો
ઈશા અંબાણી પૂર્વે 11 ફેબ્રુઆરીએ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી તેમના સમગ્ર પરિવાર સાથે પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેમની સાથે તેમના પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા મહેતા, નાના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ અને માતા કોકિલાબેન અંબાણી, પૌત્રો પૃથ્વી અને વેદ પણ હતા.
Also read : OMG, ટેરેસ પર આ શું કરી રહી છે આખી Ambani Family? જોઈ લો Viral Video…
અનિલ અંબાણીએ પણ પવિત્ર સ્નાન કર્યું
મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીએ પણ તેમના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભ 2025 માં પવિત્ર ડૂબકી લગાવી છે. 26 જાન્યુઆરીના રોજ અનિલ અંબાણી બિહારના ગયામાં પિંડદાન કર્યા પછી મહાકુંભ પહોંચ્યા અને તેમની સાથે તેમની પત્ની ટીના અંબાણી અને પુત્ર જય અંશુલ અંબાણી પણ હાજર હતા.