મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં 144 વર્ષ બાદ મહાકુંભનો અદભુત સંયોગ બન્યો છે. વિશ્વનો આ સૌથી મોટો ધાર્મિક મેળો છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. શાહી સ્નાનના દિવસે લગભગ સાડા ત્રણ કરોડ લોકો ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા અને પવિત્ર નદીના સંગમમાં ડૂબકી લગાવી હતી. હવે આગામી શાહી સ્નાન 29 જાન્યુઆરીએ અને ત્યારબાદ અંતિમ શાહી સ્નાન ત્રીજી ફેબ્રુઆરીએ થશે. જો તમે પણ આ મહાકુંભમાં ગયા હો કે જવાના હો અને પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હોય કે ડૂબકી લગાવવાના હો તો તમારે ઘરે આવ્યા પછી એવા કેટલાક કાર્યો કરવા જોઈએ, જેનાથી તમને સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને મહાકુંભની યાત્રાનું યોગ્ય ફળ મળે. મહાકુંભમાંથી પાછા ફર્યા બાદ તમે આ કામો જરૂરથી કરશો.
જ્યારે તમે મહાકુંભની યાત્રા પરથી પરત ફરો છો, ત્યારે તમારા ઘરે સત્યનારાયણની કથાનું અથવા તો ભજન કીર્તનનું આયોજન જરૂરથી કરાવજો. આમ કરવાથી મહાકુંભમાંથી પ્રાપ્ત થયેલી આધ્યાત્મિક ઊર્જા તમારા ઘરમાં પણ પ્રવેશ કરશે. તમારા ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર થશે અને તમારા સુખ સૌભાગ્યમાં વધારો થશે.
આપણા સનાતન ધર્મમાં દાનનો ઘણો મહિમા વર્ણવવામાં આવ્યો છે. કોઈપણ ધાર્મિક યાત્રા કર્યા પછી દાન કરવાનું ઘણું જ શુભ માનવામાં આવે છે. મહાકુંભમાંથી પાછા ફર્યા પછી તમારે પણ શક્ય તેટલું દાન કરવું જોઈએ. તેનાથી તમને માનસિક સંતોષ પણ મળશે અને દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થશે અને તેમના આશીર્વાદ પણ તમને મળશે.
તમે અન્ન, વસ્ત્ર લાવેલુ ગંગાજળ, તલ, ગોળ, અનાજ કે પછી પૈસાનું દાન પણ કરી શકો છો. તમે અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં ધનનું દાન કરી શકો છો તેનાથી તમને લક્ષ્મીદેવીની પણ કૃપા પ્રાપ્ત થશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે.
સનાતનમાં એવી માન્યતા છે કે મહાકુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિના પૂર્વજોનો પણ મોક્ષ થાય છે તેથી તમે જ્યારે મહાકુંભમાં પવિત્ર સંગમ પર સ્નાન કરીને ઘરે પાછા ફરો છો ત્યારે તમારે પિતૃઓ માટે તર્પણ અથવા તો દાન અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી તમને સર્વ પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને તમારું સૌભાગ્ય પણ વધે છે.
મહાકુંભ દરમિયાન તમને પ્રયાગરાજ ખાતે અનેક પ્રાચીન મંદિરોની મુલાકાત લેવાની તક મળી જ હશે. આ દરમિયાન તમે મંદિરમાંથી પ્રસાદ પણ લીધો જ હશે. એવું માનવામાં આવે છે કે આ પ્રસાદ ઘણો પવિત્ર હોય છે તમે મહાકુંભમાંથી લાવેલા આ પ્રસાદને તમારા પરિવારના અને તમારા નજીકના અને તમારી આસપાસ રહેતા, અડોશ પડોશમાં પણ વહેંચો. આમ કરવાથી તમને અને પ્રસાદ મેળવનાર વ્યક્તિને પણ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો…Indian Army Day: આપણે આખું વર્ષ જેમના લીધે સુરક્ષિત રહીએ છીએ તેમને સલામ કરવાનો દિવસઃ જાણો વિગતવાર
સામાન્ય રીતે કોઈ પણ તીર્થયાત્રાથી આપણે પરત ફરીએ ત્યારે અન્નનું દાન કરવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. મહાકુંભમાંથી પરત ફર્યા બાદ તમારે પણ અન્નનુંદાન કરવું જોઈએ. તમે બ્રાહ્મણોને ભોજન કરાવી શકો છો. આનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં પણ અન્નદાન કરી શકો છો. કોઈ મંદિરમાં પણ ભોજન દાન કરી શકો છો. દાન કરવાથી તમને ધાર્મિક યાત્રાનું શુભ ફળ મળે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે